Video : આજે રજૂ થયો કેગનો રિપોર્ટ, પરેશ ધાનાણીએ કર્યા સળગતા સવાલો
આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ કરાયો હતો
ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ કરાયો હતો. વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે એક કલાકની પ્રશ્નોત્તરી બાદ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિનીયોગ વિધેયકની સાથે કેગના રિપોર્ટ પણ ગૃહના મેજ ઉપર રજુ કરવામાં આવ્યા હતા. છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ગુજરાતની માર્ગ અંગેની નીતિ અને કામગીરીના વખાણ કરતો પ્રસ્તાવ રજૂ થયો હતો. વિધાનસભામાં રજૂ થયેલ કેગના રિપોર્ટમાં અગાઉની રૂપાણી સરકારે કરેલી કામગીરીની ટીકા ટીપ્પણ અને ગેરરીતિ અને ફરિયાદોની વિસ્તૃત વિગતો રિપોર્ટમાં મૂકવામાં આવી છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા મોટા આક્ષેપો, સાંભળવા કરો ક્લિક
આ રિપોર્ટ પછી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર મોટા આરોપ મૂક્યા હતા અને સળગતા સવાલોના જવાબ માગ્યા હતા.
પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા
ભાજપે ખોટી વાતોને વારંવાર દોહરાવી
વિકાસ મોડલનો મુદ્દો સત્ર સમાપ્તીએ ફુટ્યો
રેશન કાર્ડના ૧૨ હજાર કરોડના કૌભાંડનો સરકાર જવાબ ન આપી શકી
દિન પ્રતિ દિન બેરોજગારી વધી રહી છે
પાંચ લાખ નોંધાયેલા બેરોજગાર સામે માત્ર ૧૨ હજારને સરકારી નોકરી
ડેમમાં પાણી હોવા છતાં લોકો તરસે મરવા મજબૂર
નલિયા કાંડનો રિપોર્ટ ગૃહમાં મુકવામાં સરકાર નિષ્ફળ
સરકાર શાળા સંચાલકોનું સમર્થન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સસ્તું શિક્ષણ આપવામાં નિષ્ફળ
મોદી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર ને પુછાયેલા સવાલના જવાબ હવે પ્રધાનમંત્રી મોદી આપી શકતા નથી
ગુજરાતમાં હવે ટેન્કર રાજનો સામનો કરવો પડે એ પરિસ્થિતિ આવીને ઉભી છે
આ પરિસ્થિતિ આવતી રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે
આશારામ કાંડમાં મૃત્યુ પામેલ બાળકોનો અહેવાલ પણ રજુ ના કરાયો
મોંઘી ફી મામલે વાલીઓ અને બાળકોને ન્યાય અપાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ
સત્રની શરૂઆત પહેલા પત્ર લખી કેગનો રીપોર્ટ સત્રની શરૂઆતમાં મુકવા માંગ કરી હતી
આ સરકારને ભ્રષ્ટાચારનો લુણો લાગ્યો છે અને નિષ્ફળતા છુપાવવા છેલ્લા દિવસે કેગનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે
આ અહેવાલ સરકારની ભ્રષ્ટાચારી નીતિઓનો પટારો છે
સત્રની શરૂઆતમાં રીપોર્ટ મુકવા માટે સરકાર મજબૂર બંને એ માટે કોંગ્રેસ સતત પ્રયત્નશીલ રહેશે