ગાંધીનગર: વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કેગનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ. 3813 કરોડની ખોટ કરી છે. જ્યારે જ્યારે 50 એકમોએ રૂ. 5113 કરોડનો નફો કર્યો છે. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગે ટકોર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- નલિયા કાંડ: વિધાનસભામાં છેવટે રિપોર્ટ મૂકાયો, ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર...


કેગના રિપોર્ટમાં ખોટ કરતા મુખ્ય ઉપક્રમોમાં GSPCમાં રૂ. 1564 કરોડની ખોટ, સરદાર સરોવર નિગમમાં રૂ. 1075 કરોડની ખોટ, ભાવનગર એનર્જી કંપનીમાં રૂ. 617 કરોડની ખોટ, GSRTCએ રૂ. 264 કરોડની ખોટ કરી છે. તેમજ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડએ રૂ. 137 કરોડની ખોટ કરી છે. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. 22,431 કરોડનું નુકસાન થયું છે.


વધુમાં વાંચો:- દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર


માર્ચ 2018ના અંતે માર્ગ-મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી રહી છે. રૂ. 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગની ટિપ્પણી અને રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર કરી છે. રાજ્ય સરકારને મહેસુલી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યાની કેગની ટિપ્પણી અને પગાર, પેનશન અને વ્યાજ પાછળ સરકાર રૂ. 57,089 કરોડ ખર્ચે છે.


દ.ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, વઘઇમાં 12 ઈંસ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર


7-8થી 17- 18 વર્ષ માટે 4,670.60 કરોડની રકમનો અધિકાર પંચ વિનિયમિત કરવાનો બાકી હોવાનો ચોંકાવનારો અહેવાલ કેગના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણક, વન અને પર્યાવરણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર સહિતના વિભાગોને આ માટે જવાબદાર ઠેરવ્યા છે.


વધુમાં વાંચો:- ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું


ગેરરીતિના 5 વર્ષ સુધીના 44 કેસ છે. જેમાં 6.36 કરોડની રકમ થાય છે. 5 વર્ષથી 10 વર્ષ સુધીના 13 કેસ, 10 વર્ષથી 15 વર્ષ સુધીના 15 કેસ, 15 વર્ષથી 20 વર્ષ સુધીના 10 કેસ, 20 વર્ષથી 25 વર્ષ સુધીના ૧૫ કેસ અને 25 વર્ષ કે તેથી વધુના 60 કેસો પડતર હોવાની વાત છે કેગે પોતાના અહેવાલમાં કરી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે હીં ક્લિક કરો...