ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે સીએમ રૂપાણીએ ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે સીએમ રૂપાણીએ ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તે દરમિયાન લિનું સિંહે એક મહિના અગાઉ તેના અને ગૌરવ દહિયા વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ્સ પણ જાહેર કર્યા છે. જેમાં દહિયા લિનુની માફી માગતા પોતે ખોટુ કર્યુ હોવાની સ્વીકાર્યુ હતું. સાથે સાથે જણાવ્યું હતું કે, હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે, હું તમારા બંને માટે મરી પણ શકુ છું. પરંતુ પરિસ્થિતિથી લાચાર છું.
લિનું સિંહ અને ગૌરવ દહિયા વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ
દહિયા- હું ખુબ જ દિલગીર છું, તું જાણે છે, હું દિલથી તારી માફી માગુ છું. હું બધુ જ સંભાળી લઇશ. મને તક આપ. તને નથી ખબર કે તે મારા માટે કેટલું અઘરૂં છે. I am sorry
હું તને ક્યારેય છોડીશ નહીં. હું મારી જવાબદારીઓ નિભાવી રહ્યો છું અને મારા જીવનમાં હું બધુ જ નિભાવતો રહ્યો છું.
તુ મને સજા આપી શકે છે. હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે, હું તમારા બંને માટે મરી પણ શકુ છું. પરંતુ પરિસ્થિતિથી લાચાર છું. હું મારાથી બનતા ઉત્તમ પ્રયત્ન કરીશ. મને ખબર છે તારી સાથે ખુબ ખરાબ થયું છે.
પ્લીઝ યાર સમજવાનો પ્રયત્ન કર. કોઇની સાથે વાત કરી લે. હું માફી માગુ છું. હુ જાણું છું કે હું ખોટો છું.
લિનું સિંહ- ઓફિસવાળાને બકજે આ બુધં. એક સેકન્ડ નથી રહી શકતોને, તું જોજે હવે.
કોણે કરી છે ફરિયાદ
દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.
સામે પક્ષે IAS ગૌરવ દહિયાએ પણ ગાંધીનગરમાં આ મહિલા તેમને બ્લેકમેલ કરી રહી હોવાની અરજી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મહિલાએ વાયરલ કરેલા ફોટા ખોટા છે અને આમ કરીને તેણે મારી પાસે રૂપિયાની માગણી કરી છે. મહિલા તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથીપૈસા પડાવી રહી છે તેવા પણ દહિયાએ આક્ષેપો કર્યા છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે