અમદાવાદની ફેમસ અંકુર સ્કૂલમાં ચાલતુ હતું કોલ સેન્ટર, અને શિક્ષકો-સંચાલકોને ખબર જ ન હતી...
શિક્ષણ વિભાગને બદનામ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad) ના પાલડી વિસ્તારમાં ચાલતી અંકુર સ્કૂલ (Ankur School) માં ચાલતુ કોલ સેન્ટર (Call center) પકડાયું છે. સાયબર ક્રાઈમે (Cyber Crime) રેડ પાડીને સ્કૂલ સંકુલમાં ધમધમતુ કોલ સેન્ટર પકડી પાડ્યું છે. સાયબર ક્રાઈમે કોલ સેન્ટર ચલાવતા 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈના નાની આ સ્કૂલના સ્થાપક તથા સંચાલક હોવાનું સામે આવ્યું છે.
ઉદય રંજન/અમદાવાદ :શિક્ષણ વિભાગને બદનામ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad) ના પાલડી વિસ્તારમાં ચાલતી અંકુર સ્કૂલ (Ankur School) માં ચાલતુ કોલ સેન્ટર (Call center) પકડાયું છે. સાયબર ક્રાઈમે (Cyber Crime) રેડ પાડીને સ્કૂલ સંકુલમાં ધમધમતુ કોલ સેન્ટર પકડી પાડ્યું છે. સાયબર ક્રાઈમે કોલ સેન્ટર ચલાવતા 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈના નાની આ સ્કૂલના સ્થાપક તથા સંચાલક હોવાનું સામે આવ્યું છે.
17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર
પોલીસે વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંહ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ તથા પ્રદીપ ઉર્ફે પપ્પુ ચૌધરીની ધરપકડ કરી છે. જેમાં મોટાભાગના આરોપીઓ માત્ર ધોરણ-12 સુધી જ ભણ્યા છે. તેમ છતાં તમામ વિદેશીઓ પાસેથી અવનવી ટ્રીક અપનાવીને રૂપિયા પડાવતા હતા. મુખ્ય આરોપી વિરાજ દેસાઈના નાની આ સ્કૂલના સ્થાપક હતા. તેની આ સ્કૂલમાં સતત અવરજવર હતી, જેથી કોઈ તેને બોલતુ ન હતું. પરંતુ સંચાલકો અને શિક્ષકોના નાક નીચે વિરાજ દેસાઈ સ્કૂલમાં કોલ સેન્ટર ચલાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો.
સોમનાથમાં રાત્રે 12ના ટકોરે અલૌકિક ઘટના બની, ભગનાથ ભોળાનાથે ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
તમામ યુવકોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ અમેરિકાના સોશિયલ સિક્યુરિટી એડમિનીસ્ટ્રશન ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહીને અમેરિકન નાગરિકોને મેજિક જેક ડાયલર સોફ્ટવેર કોલ કરતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને કહેતા કે, એક ગાડી પકડાઈ છે અને એ ગાડીમાંથી ડ્રગ્સ તથા લોહીના ડાઘ મળ્યા છે. આ ગાડી તમારા નામે ભાડે લીધી છે અને તમારા એસએસએન નંબર સાથે લિંક્ડ છે. તમારા આ નંબર પર ઘણા ટ્રાન્ઝેક્શ થયા છે. આમ ડરાવીને તેઓ લોકો પાસેથી નાણાકીય સ્થિતિની પહેલા માહિતી મેળવતા અને બાદમાં તેઓને છૂટકારો અપાવવા Google Pay અથવા Itunes થી પેમેન્ટ કરવું પડશે તેવુ કહીને કરાવતા. આમ, આ યુવકો અમેરિકનોને ડરાવી-ધમકાવીને તેઓ પાસેથી રૂપિયા પડાવી લેતા હતા.
કરોડોના કારોબાર છોડીને હોટલમાં વાસણ ધોનાર ગુજરાતી યુવકને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપી એક ઓફર
પ્રદીપ ઉર્ફે પપ્પુ ચૌધરી આ કામમાં માહેર
ધોરણ-12 સુધીનો અભ્યાસ કરનારા પ્રદીપ ઉર્ફે પપ્પુ ચૌધરી અગાઉ પણ આ પ્રકારના ગુનામાં સાયબર ક્રાઈમ દ્વારા પકડાયો હતો. તેના પિતા ડેરી પાર્લર ચલાવે છે. તો રોહિતસિંહ ભાટી નામનો આરોપ એક વર્ષ પહેલા ઘરેથી જ ચોરીછૂપીથી ગેરકાયદેસર રીતે કોલ કરીને લોનના બહાને લોકો સાથે છેતરપીંડી કરતો હતો. જેના બાદ તેણે આ કામ બંધ કરી દીધુ હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube