રાજકોટ: ગોંડલના સેમળા ગામના મગનભાઇ ધનાભાઇ રાંક નામના ખેડૂતને ભેંસ ખરીદવાની હોવાથી રાજકોટમાં રહેતા રણજીત ચનાભાઇ ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બે દિવસ બાદ રણજીતની પત્નીએ મગનભાઇને ફોન કરીને કહ્યું કે, તમે ભેંસ જોવા માટે આવ્યા નહી. નવરા હોય તો વાડીએ આવો. આથી મગનભાઇ રાજકોટ આવતા જ મીરા, રણજીત અને અન્ય બે શખ્સે મગનભાઇને દોરડા વડે બાંધીને માર માર્યો હતો. બાદમાં બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. તેમની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ખેડૂતો પાસે પૈસા નહી હોવાના કારણે મીરાને 10 લાખ ચુકવવાના છે. તેવું સ્ટેમ્પ પર ખોટુ લખાણ કરીને મગનભાઇના ત્રણ અંગુઠાના નિશાન પણ લઇ લીધા હતા. આ અંગે મગનભાઇએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલિકા-નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી અધિકારીઓ સંભાળશે, ચૂંટાયેલી પાંખની મુદત પુર્ણ

ગોંડલના સેમળા ગામના ખેડૂત ભેંસ ખરીદવા ઇચ્છતા હોવાના કારણે તેમના જ ગામના અને અનેક વર્ષોથી રાજકોટમાં રહેતા રણજીત ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ રણજીતની પત્નીએ સામેથી ફોન કરીને જમીન સંતાનો સહિત વિગતો કઢાવી લીધા હતા. 7 ડિસેમ્બરે ફોન કર્યો હતો. ભેંસ જોવા માટે કેમ નથી આવ્યા. દરમિયાન મીરાએ ફોન કરીને કહ્યું કે, નવરા હો તો વાડીએ આવો.મગનભાઇ વાડીએ પહોંચતા જ મીરા સહિત ચાર વ્યક્તિઓએ તેમને દોરડાથી બાંધી માર મારીને બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આજીડેમ પોલીસે હાલ તો ચારેયની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

આજીડેમ  પોલીસે ગોંડલના સમેળા ગામે રામપીર મંદિર પાછળ નવા પ્લોટિંગમાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા મગનભાઇ ધનાભાઇ રાંકની ફરિયાદ પરથી કોઠારીયા રોડ મીત કારખાના પાછળ નદીકાંઠે નરસીભાઇ રામાણીની વાડીમાં રહેતી મીરા રણજીત ગુજરાતી, તેના પતિ રણજીત ગુજરાતી, મુળ ગોંડલના પાંચીયાવદરના રણજીત ઉર્ફે રાણો ભીખુભાઇ ચાવડા અને કોઠારીયા રોડ મીત કારખાના પાછળ કાળુભાઇની વાડીમાં રહેતા હસમુખ નામના વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 387, 12 બી, 342, 330,323,504,114,135 મુજબ કાવત્રુ રચી માર મારી 10 લાખ માંગી ન આપે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી સ્ટેમ્પ પેપરમાં ખોટા લખાણમાં સહીઓ કરાવી લીધાનો ગુનો નોંધ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube