ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. 

Updated By: Dec 11, 2020, 06:50 AM IST
ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

અમદાવાદ : આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. 

બેંકમાંથી મોટી રકમ ઉપાડનારા લોકોને નિશાન બનાવતી ગેંગને જૂનાગઢ પોલીસે ઝડપી

આ કાયદાના કડક અમલ માટેની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે આણંદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાને નાતે હું તમને ખાતરી આપુ છું કે, તમારી લાગણી ઝડપથી મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડીશ. મુખ્યમંત્રી આ બાબતે સારુ કરે તેવા પ્રયાસો કરીશું. ગૃહમંત્રીએ આ બાબતે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ટૂંક સમયમાં જ ગુજરાતની પ્રજાને તેનો લાભ મળશે અને આ કાયદો અમલમાં આવશે તેવી ખાતરી હું આપુ છું. 

વાહ વાહ! દીપડાને પકડવા વન વિભાગે વાંદરાનુ પાંજરૂ મુક્યું, દીપડો પાંજરામાંથી મારણ લઇને ફરાર

લવ જેહાદ અંગેનો સર્વ પ્રથમ ગુજરાતમાં જેટલી બને તેટલી ઝડપી અમલ થાય તેવી રજુઆત કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, લવ જેહાદ મુદ્દે સમગ્ર ગુજરાતમાં હવે ધીરે ધીરે માંગ ઉઠી રહી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ પ્રકારનો કાયદો બનતા હવે ગુજરાતમાં પણ આ માંગ પ્રબળ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નામ બદલીને કેટલીક યુવતીઓને ભોળવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં પણ આવી ચુક્યા હોવાનાં દાવો અલગ અલગ સંગઠનો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube