India Canada Tension: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની કટ્ટરપંથી હરદીપ સિંહની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરાપો લગાવ્યા બાદ ગત મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. અત્રે જણાવવાનું કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારત અને કેનેડા વચ્ચેના આ તણાવના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે. આ સમગ્ર વિવાદના પગલે હવે વિદ્યાર્થીઓ દ્વારા પણ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોભો અને રાહ જુઓની નીતિ
કેનેડા જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ હાલ કેનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધેલા તણાવને પગલે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યા છે. એસઆઈઈસીના રીજિયોનલ હેડ અજયસિંહ ક્ષત્રિયના જણાવ્યાં મુજબ કેનેડા જવા માંગતા લોકોની સંખ્યા અને ઈન્ક્વાયરીમાં ઘટાડો થયો છે. સામાન્ય ઇન્કવાયરીની સંખ્યામાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


કેનેડા વિવાદને પગલે આ દેશો તરફ વળ્યા ભારતીયો
તેમના જણાવ્યાં મુજબ વર્ષે 12 થી 13 લાખ રૂપિયા ખર્ચીને કેનેડા કોલેજમાં ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓ હાલ હવે યુકે તરફ વળ્યા છે. યુનિવર્સીટીમાં અભ્સાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને યુકે તરફ વળ્યા છે. જ્યારે કેનેડાના પીઆર માટે ઈચ્છુક ભારતીયોની નજર હવે ઓસ્ટ્રેલિયા તરફ છે. 


ભારતે આપ્યો સારો સંકેત!
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારતે બુધવારે (25 ઓક્ટોબર) ફરીથી કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી. જોકે, વિઝા માત્ર બિઝનેસ અને મેડિકલ સંબંધિત કામ માટે આવતા લોકોને જ મળશે.


કેનેડાના ઓટાવામાં હાજર ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે વિઝા સેવા- પ્રવેશ વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીમાં શરૂ કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા અસ્થાયી રૂપે વિઝા આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેવામાં સુરક્ષાની સ્થિતિનું રિવ્યૂ કર્યા બાદ વિઝા સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube