કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી ગાયબ, સુરતના પાટીદારનો 9 દિવસથી કોઈ અત્તોપત્તો નથી
Gujarati students in Canada : સુરતનો સ્ટુડન્ટ કેનેડામાં 9 દિવસથી ગુમ. પાટીદાર યુવક છેલ્લે નાયગ્રા ફરતો દેખાયો, કોલેજના કામે જવાનું કહીને નીકળ્યો હતો
Gujaratis In Canada : હાલ કેનેડા તરફ જવાનો ગુજરાતીઓનો મોહ વધી રહ્યો છે. પરંતુ આ મોહ વચ્ચે કેનેડામાં એવુ થઈ રહ્યુ છે કે લોકોને વિચારતા કરી દે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાના સમાચાર આવી રહ્યાં છે. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા હતા. ત્યારે વધુ એક ગુજરાતી યુવક કેનેડાની ધરતી પરથી ગુમ થયો છે. કેનેડાના કિચનરમાં રહેતા સુરતના પાટીદાર યુવક કરણ પટેલનો છેલ્લા 9 દિવસથી કોઈ અત્તોપત્તો નથી.
પાટીદાર યુવક છેલ્લે નાયગ્રા ફરતો દેખાયો
કેનેડામાં છેલ્લાં બે વર્ષથી ભારતીય, ખાસ કરીને ગુજરાતી યુવાનોના અચાનક જ ગાયબ થવાના બનાવો વધી ગયા છે, જેમાંથી ઘણા યુવાનોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે અમુક યુવકોના હજી કોઈ સગડ મળ્યા નથી, જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગુજરાતથી ભણવા ગયેલો 25 વર્ષનો યુવક અચાનક ગાયબ થઈ ગયો છે. કિચનરમાં ભણતો કરણ પટેલ નામનો સ્ટુડન્ટ 9 દિવસથી ઘરેથી નીકળ્યો હતો, જેના બાદથી તે કોઈને દેખાયો નથી. મૂળ સુરતના અડાજણનો વતની અને કેનેડાના કિચનર ટાઉનમાં રહેતો કરણ પટેલ ગઈ તારીખ 3 જાન્યુઆરી, 2024એ ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પછી તે પરત ફર્યો નથી. પાટીદાર યુવક છેલ્લે નાયગ્રા ફરતો દેખાયો, કોલેજના કામે જવાનું કહીને નીકળ્યો હતો. કરણ પટેલના ગાયબ થવાથી તેના પરિવારજનો અને કેનેડામાં રહેતા તેના મિત્રો ચિંતાતુર બન્યા છે.
આ તો છમકલુ છે, ખરી ઠંડી તો હવે પડશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી
ગત વર્ષે પણ આ જ રીતે યુવકો ગુમ થયા હતા, અને બાદમાં મૃતદેહો મળ્યા હતા
છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળી રહ્યા હશો કે તમારા કોઈ સંબંધી કે પાડોશી કેનેડામાં જઈ રહ્યાં છે, અથવા તો ત્યાં સેટલ્ડ થયા છે. કેનેડા જવાની રીતસરની લાગેલી હોડ વચ્ચે કેટલીક આઘાતજનક ઘટનાઓ બની રહી છે, જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યાં દર બીજો ગુજરાતી જવાનું ખ્વાબ જોઈ રહ્યો છે, એ કેનેડાની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી યુવકો શંકાસ્પદ રીતે મોતને ભેટ્યા હતા. આ સ્ટ્રેટેજીથી પહેલા યુવકો ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા.
નણંદે ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું : ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની