ગાંધીનગર: રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર જુગલજી ઠાકોરે આજે (મંગળવાર) વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા છે. આ પહેલા તેમણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, તથા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ઉમેદવારી પત્ર ભરે તે પહેલા જ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો


લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડતા તેના પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બંને બેઠકો પર પેટા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા એક બેઠક પર કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણા ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


રાજ્યમાં વહેલી સવારથી વરસાદ: રાપરમાં 3 ઇંચ, પાવીજેતપુરમાં 4 ઇંચ વરસાદ


આજે આ બંને બેઠક પરના ભાજપના ઉમેદવારો વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બર પહોંચી ગયા છે. જ્યાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ રૂપાણી સાથે શુભેચ્છાઓ મુલાકાત કરી હતી. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, તથા કેમબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદૂ તથા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા.


વધુમાં વાંચો:- નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 6440 ક્યુસેક પાણીની આવક


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પણ તેમના બે ઉમેદવારોને પેટા ચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમાનું નામ ચર્ચાઇ રહ્યું છે. જ્યારે રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી એક સાથે કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે આજે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કોંગ્રેસની અરજીને ફગાવતા ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...