નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 6440 ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની સપાટીમાં 119.72 મીટર પર પહોંચી ગઇ છે. જેના કારણે હાલ નર્મદનાની મુખ્ય કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
Trending Photos
નર્મદા: રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની સપાટીમાં 119.72 મીટર પર પહોંચી ગઇ છે. જેના કારણે હાલ નર્મદનાની મુખ્ય કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો આગામી સમયમાં પાવર હાઉસના ટરબાઇન ચાલુ કરે તેવી શક્યતાઓ છે.
વધુમાં વાંચો:- ગુજરાત: રાજ્યસભાની બે બેઠકો માટે જંગ, આજે સુપ્રીમમાં સુનાવણી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા રાજ્યની જીવા દોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટી 119.72 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 6440 ક્યુસેક પાણની આવક થતા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદાની મુખ્ય કેનાલોમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, આગામી 10 દિવસમાં પાવર હાઉસના 2 ટરબાઇ ચાલુ કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે