Government Job: રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં સરકારી નોકરીનો પટારો ખોલ્યો છે અને સરકારી ભરતીની રાહ જોતા ઉમેદવારોમાં આનંદ છવાયો છે. સમયાંતરે સરકાર વિવિધ વિભાગોમાં સરકારી ભરતી બહાર પાડી રહી છે અને પારદર્શક ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે 2600 વિદ્યાસહાયકની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની મોટી કાર્યવાહી! અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ 8 ઉમેદવારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ


ગુજરાતમાં આવનાર સમયમાં 2600 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવનાર છે, ત્યારે આખરે જિલ્લા પસંદગી માટે તારીખ જાહેર કરાઈ છે. કોલ લેટર 17 જુલાઈથી વેબસાઈટ પર મુકાશે. જ્યારે 20 જુલાઈથી 24 જુલાઈ સુધી જિલ્લા પસંદગી કાર્યક્રમ યોજાશે. મેરીટના જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવાશે.


વરસાદની કઈ રીતે થાય છે આગાહી: હવામાન વિભાગ અંબાલાલ પટેલ કરતાં પણ છે અત્યાધુનિક


મહત્વનું છે કે, શુક્રવારે નાયબ સેક્શન અધિકારી સચિવાલયની 120 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરાઇ હતી. તેમજ નાયબ સેક્શન અધિકારી GPSCની 7 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ હતી. આ સિવાય આદિજાતિ વિકાસ કમિશનરની 26 જગ્યાઓ માટેની પણ ભરતી જાહેરાત કરાઇ હતી. તેમજ મેડિકલની અલગ અલગ 13 કેડરમાં ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. આ જગ્યાઓ માટે 15 જુલાઈથી 31 જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. 


લઘુત્તમ વેતનના અમલીકરણને લઈ ગુજરાત કોંગ્રેસના આ નેતા આકરા પાણીએ! ઉગ્ર આંદોલનની ચીમકી


શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. 


અમેરિકા જવા નીકળેલો પાટીદાર યુવક રાતોરાત ગાયબ થયો, ડોમિનિકા બાદથી કોઈ લોકેશન ન મળ્યુ


તમને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા હેમખેમ પાર પડી ગયા બાદ લાખો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે ઉમેદવારોને લાગી રહ્યું છે કે, પેપર ફૂટશે નહી અને અમારી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે. ગુજરાતમાં આવનાર સમયમાં હવે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ 25,500 શિક્ષકોની ભરતી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.