સ્ટેચ્યુ ઓફ યુનિટ બેટમાં ફેરવાતા મનમોહક દ્રશ્યો, જુઓ Video
અહી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ જગ્યાની બાજુમાં પાણી ન હતું. પરંતુ નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટી પાર કરતાની સાથે જ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે મનમોહક દ્રશ્યો ઊભા થઇ ગયા છે
જયેશ દોશી, નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જ્યાં બનાવવામાં આવ્યું છે તે જગ્યાનું નામ છે સાધુ બેટ. જ્યારે અહી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ જગ્યાની બાજુમાં પાણી ન હતું. પરંતુ નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટી પાર કરતાની સાથે જ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે મનમોહક દ્રશ્યો ઊભા થઇ ગયા છે. સરદારની પ્રતિમા પણ અદ્ભુત લાગવા લાગી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જે જગ્યાએ બની છે સાધૂ બેટ તે તેના નામ પ્રમાણે બેટમાં ફેરવાતા આવનારા સહેલાણીઓ મંત્રમુગ્ધ થયા છે. અત્યાર સુધી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે 6 લાખથી વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે.
આ પણ વાંચો:- સુરતમાં નજીવી બાબતે આધેડની કરાઇ હત્યા, બે આરોપીઓની ધરપકડ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.96 મીટર પહોંચી ગયો છે. જ્યારે ડેમ ભરાવવામાં માત્ર 70 સેમી જ બાકી રહ્યું છે. ડેમ પાણીથી છલોછલ ભરાયો હોવાથી ગમે ત્યારે તે ઓવરફ્લો થઇ શકે છે. સૌપ્રથમવાર સરદાર સરોવર ડેમ ભરાયો હોવાથી 17 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વાર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજરી આપશે.
આ પણ વાંચો:- અમદાવાદમાં ફરી એકવાર ઘરની ગેલેરી ધરાશાયી, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠા વિસ્તારના 175 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં સરદાર સરોવરનું લોકાર્પણ કર્યુ હતું. આગામી 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે.
ભાદરવી પૂનમના મેળામાં પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા મા અંબાના દર્શને
હાલ ડેમના 23 દરવાજા 4 મીટર દૂર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 17 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. સરદાર સરોવર પર દરવાજા મૂકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે.
આ પણ વાંચો:- ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજીએ ઉમટ્યું ભાવી ભક્તો ઘોડાપુર
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી સરદાર સરોવર(Sardar Sarovar)માં હાલમાં 3,19,996.28 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ જળસંગ્રહ શક્તિના 95.78 ટકા છે. રાજ્યના 204 જળાશયો(Dam)માં હાલ પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. જેમાં રાજ્યના 68 જળાશય 70 થી 100 ટકા સુધી ભરાયા છે. 17 જળાશય 50 ટકાથી 70 ટકાની વચ્ચે ભરાયા છે, જ્યારે 12 જળાશય 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
જુઓ Live TV:-