હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર પાસે આવેલ ભાયજીપુરા ગામ પાસે એક કારને જબરદસ્ત અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અકસ્માત બાદ કાર ઓળખી પણ શકાતી ન હતી. કાર છે કે ભંગાર છે તેવુ પણ સમજવુ મુશ્કેલ બની ગયું હતું. કારમાં સવાર પાંચમાંથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તને બોયફ્રેન્ડ મારા જેવો ચાલશે? મારા જેવાને બિપાશા બાસુ જોઈતી હોય તો ક્યાં જાય? પ્રોફેસરે વિદ્યાર્થીનીને પૂછી નાંખ્યા આવા સવાલ 



પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર પાસેના કુડાસણ રોડ પર ભાયજીપુરા રોડ પાસેથી મોડી રાત્રે પસાર થતી એક કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા, જેઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જવા નીકળ્યા હતા. કારનું ટાયર ફાટતા પહેલા તો કાર પલટી ખાઈ ગઈ હતી. બાદમાં તે રોડ પાર કરીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.


ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!



કારનો ટકરાવ એટલો ભયાનક હતો કે, કારનો ખુરદો બોલાઈ ગયો હતો. કારનો બૂકડો બોલાઈ ગયો હતો. કારની હાલત એવી થઈ ગઈ હતી કે, જોનારા ઓળખી પણ ન શકે કે તે કાર હતી. અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, જેમાં રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની અન્ય એક યુવતી સામેલ છે.તો ત્રણ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ ક્યાં જઈ રહ્યા તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :