મોરબી: હળવદ હાઈવે પર આજે સવારે વહેલી સુમારે હળવદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છથી મુંબઈ જતી કાર સાથે ડમ્પર અથડાતા કારમાં સવાર ત્રણ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણને ઈજા પહોંચી હોવાથી સારવારમાં ખસેડાયા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: દિકરાની ઘેલછામાં ચાર દિવસની બાળકીને આપ્યો શરમજનક અંજામ 


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના રાપરથી મુંબઈ જવા માટે કાર નં એમએચ ૦૧ એએચ ૮૪૫૦માં છ યુવાનો નીકળ્યા હોય જે સવારે હળવદના રણજીતગઢ નજીક પહોંચ્યા ત્યારે ડમ્પર સાથે કાર અથડાઈ હતી. આ અથડામણમાં કારમાં સવાર ભાવેશ માવજી પટેલ (ઊવ ૨૧) રહે. મુંબઈ અને પરેશ બાબુ પટેલ (ઊવ ૨૦) રહે. મુંબઈ તેમજ પ્રકાશ કરશન પટેલ (ઊવ ૨૧) રહે. રાપર કચ્છ એમ ત્રણ યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 



જયારે આ ઉપરાંત કારમાં સવાર જય મોહનભાઈ સીરીય, શૈલેશ દેવરાજ બાદરીયા અને કલ્પેશ ભીખાભાઈ પટેલને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા હળવદ પોલીસે સ્થળ ઉપર જઇને ટ્રાફિકજામ દૂર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.