Accident On Rajkot Limbdi Highway મયુર સાંધી/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર: સાયલા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ચારેય લોકો એક જ પરિવારના સદસ્યો હતો. ટ્રકની પાછળના ભાગે ઈકો કાર ધડાકાભેર અથડાતાં પિતા, બે પુત્ર અને ભત્રીજાનું અકસ્માતમાં મોત નિપજ્યુ છે. પરિવારના ચારેય લોકો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામં વધુ એક ગોઝારો અકસ્માત નોંધાયો છે. સાયલાના ડોળીયા નજીક બન્યો બનાવ હતો. સાયલા નજીક ઇકો કાર ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત નિપજ્યા છે. એક જ પરિવારના ચાર પુરુષો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકના પાછળના ભાગે ઇકો કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી.


આ પણ વાંચો : 


AAP ના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ કર્યા લગ્ન, જુઓ Marriage Pic


15 વર્ષ જૂના આપની પાસે વાહનો છે તો આ સાચવજો, સરકાર ભંગારવાડે મોકલી દેશે


અમદાવાદીઓ માટે ખુશખબર : ઘરબેઠા એક જ ક્લિકથી ભરી દો પ્રોપર્ટી ટેક્સ, આ છે નંબર