અમદાવાદીઓ માટે ખુશખબર : ઘરબેઠા એક જ ક્લિકથી Whatsapp થી ભરો પ્રોપર્ટી ટેક્સ, આ છે નંબર

Ahmedabad Property Tax : ટ્રાફિકથી ભરાયેલા રહેતા અમદાવાદમાં હવે પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સુધી ધરમ ધક્કો ખાવાની જરૂર નથી, આવી ગઈ છે ઓનલાઈન ટેક્સ ભરવાની નવી સુવિધા

 

અમદાવાદીઓ માટે ખુશખબર : ઘરબેઠા એક જ ક્લિકથી Whatsapp થી ભરો પ્રોપર્ટી ટેક્સ, આ છે નંબર

Property Tax Pay Online : તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે. સરકારે માટે વેરાની વસૂલાત એ સૌથી મોટી સમસ્યા છે. પ્રજા પણ ઓફિસોના ધક્કા ખાવાનો ટાઈમ ન હોવાથી સમયસર વેરા ભરતી નથી જેના પગલે તંત્રને આવક થતી નથી. વેરા જ મ્યુનિની સૌથી મોટી આવક હોય છે. આ આવક વધારવા માટે તંત્રએ આ વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં એએમસીનું તંત્ર ખાડામાં ચાલે છે. આવક કરતાં જાવક વધારે છે એટલે અધિકારીઓેએ લોકો ઘરબેઠા જ વેરો ભરી શકે એ માટે નવી ઓનલાઈન જ વ્યવસ્થા ઉભી કરી છે કારણ કે હાલમાં તમામ ટ્રાન્જેક્શન ઓનલાઈન થવા લાગ્યા છે.

આ નંબર પરથી તમે ૨૪ કલાક અને સાતેય દિવસ ગમે ત્યારે વેરાના બિલો ભરી શકશો
નાણાકીય વર્ષ પુરૂ થવામાં છે ત્યારે અમદાવાદ મ્યુનિ.એ વેરાઓની ઉઘરાણી પણ વધારે તેજ બનાવી છે. જે અંતર્ગત હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપના માધ્યમથી પણ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરી શકે તેવી ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા આ માટે  વોટ્સ એપ નંબર ૭૫૬૭૮૫૫૩૦૩ જાહેર કરવામાં આવ્યો છે.  આ નંબર પરથી તમે ૨૪ કલાક અને સાતેય દિવસ ગમે ત્યારે વેરાના બિલો ભરી શકશો. એટલે તમે જ્યારે પણ ફ્રી હો તો આરામથી ઘરબેઠા જ વેરા ભરી દો તો તમારે ઓફિસનો ધક્કો કે વધારાનો ચાર્જ ચૂકવવાથી બચી શકાશે.

આ પણ વાંચો : 

આ જ નંબર પરથી અમદાવાદીઓ  ઘરવેરાના બીલો ડાઉનલોડ કરી શકશે. આ માટે વોટ્સએપ ચેટમાં પ્રોપર્ટી ટેક્સના વિકલ્પ પર ક્લીક કર્યા બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર લખવાથી ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ મળશે. ૨૪ કલાક અને સાતેય દિવસ ગમે ત્યારે વેરાના બીલો ભરી શકાશે. 

મ્યુનિ.ની તમામ ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે તે માટે મોબાઈલ નંબર પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર સાથે જોડવા અનુરોધ કરાયો છે. આ સુવિધાથી હવે કરદાતાઓને સિવિક સેન્ટર સુધી ધક્કા ખાવા પડશે નહીં. તેમજ મ્યુનિ.ની વેરા વસૂલાત સરળ, ઝડપી અને વધારો થાય તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ એક સારી પહેલ છે. જો તેનો અમદાવાદીઓ ઉપયોગ કરે તો મ્યુનિ તંત્રને પણ આવકમાં મસમોટો વધારો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news