ઉદય રંજન, અમદાવાદઃ છેલ્લા થોડા સમયથી શહેરમાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે..જેના પગલે ઠેર ઠેર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે..ત્યારે નાઈટ કોમ્બિંગમાં રહેલી પોલીસ પર  એક કાર ચાલક દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે..જેમાં કારચાલકે પોલીસ કર્મચારીને અડફેટે લેતા તેને ઈજા પહોંચી છે..ત્યારે શું હતી પોલીસ પર હુમલાની સમગ્ર ઘટના જોઈએ આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર પોલીસની કોમ્બિંગ નાઈટ દરમ્યાન ફરીએકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે....ઘટનાછે અમદાવાદના તપોવન સર્કલ પાસેની કે જ્યાં પોલીસ જ્યારે નાઈટ કોમ્બિંગમાં હતી ત્યારે એક ફોર્ચ્યુનર કાર ચાલકને રોકવા જતા તેણે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી ભાગવાનો પ્રયત્ન કર્યો..પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા તેણે પોલીસ પર જ ગાડી ચડાવી દીધી જેમાં પોલીસ કર્મચારી ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા..અને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો ઉલ્લેખનીય છે કે કારમાં એક મહિલા પણ સવાર હતી..જો કે પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા બંને પોતાના નિવાસ્થાનેથી મળી આવ્યા હતા.


આ પણ વાંચોઃ અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો


ધટનાની વિસ્તારથી વાત કરીએ તો કારચાલક અનૂજ પટેલને કોમ્બિંગ દરમ્યાન કારના કાચ કાળા હોવાથી ચેકિંગ માટે રોકવાનો પ્રયત્ન કર્યો..અનુજ પટેલને જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ કર્મચારી નિતેશ માળી અને રાયમલભાઈ પર ગાડી ચડાવાની કોશિશ કરી જે દરમિયાન આરોપી મહિલાએ પણ તેના પતિને ગાડી ભગાડવાનો ઈશારો કર્યો હતો..હુમલાને પગલે પોલીસ કર્મી રાયમાલ ત્યાં પડી ગયા હતા અને અન્ય પોલીસકર્મી નિતેશને આરોપીઓ એક કિલો મીટર સુધી ફોર્ચ્યુંર ગાડીના બોનેટ પર ઢસડી લઈ ગયા હતા..જે બાદ પોલીસકર્મી નિતેશ નીચે પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી..ઘટનાને પગલે ચાંદખેડા પોલીસના પીઆઈ સહિતની ટીમ દ્વારા કાર ચાલકને પકડવા પીછો પણ કર્યો છતાં કાર ચાલક ભાગવામાં સફળ થયો..જો કે કારનંબરના આધારે તપાસ કરતા સાયન્સ સિટી ખાતે તેના ઘરેથી અનુજ પટેલ અને તેની પત્ની પાયલની ધરપકડ કરી લેવામાં આવી છે...


ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અનુજ પટેલ જમીન દલાલીનું કામ કરે છે અને તેની પૂછતાછમાં પોલીસ કોમ્બિંગ જોઈને તે ડરી ગયો હોવાથી ગાડી સ્પીડમાં ભગાડી હોવાની કબૂલાત કરી રહ્યો છે..ત્યારે ચાંદખેડા પોલીસે હાલતો કાર કબજે કરી દંપતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.