રવિ અગ્રવાલ/વડોદરાઃ નેશનલ હાઇવે-48 પર તરસાલી ચોકડી પાસે એસઆરપી વાન અને સીએનજી સંચાલિત કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ફાટી નિકળી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડીવારમાં કાળ બળીને ખાક થઈ ગઈ હતી. પરંતુ કારમાં સવાર 5 લોકો સમયસર ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વાલિયાથી વડોદરા આવી રહેલી એસઆરપી વાનને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી કારે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારમાં સવાર ચાલક સહિત પાંચ લોકો દરવાજો ખોલીને ઝડપથી બહાર નીકળી ગયા હતા. બહાર નીકળ્યાની સાથે સીએનજી કારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મકરપુરા જીઆઈડીસીના જવાનો દોડી આવ્યા હતા. તેમણે પાણીમારો કરીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવી તે પહેલા કાર બળીને ખાક થઈ ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર