કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, કારે ટક્કર મારતા 3 જુવાનજોધ દીકરાના મોત
- અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો કુટુંબી ભાઈઓ હતા. જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.
- ત્રણેય યુવકોને ટક્કર મારનાર કારનો પણ બૂકડો બોલાઈ ગયો હતો
પ્રેમલ ત્રિવેદી/પાટણ :દિવાળીનો પર્વ ઉજવણીનો પર્વ હોય છે. ત્યારે પાટણના રાધનપુરમાં ત્રણ પરિવારો પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. દિવાળીના દિવસે જ ખેતરમાં જતા ત્રણ યુવકોને એક કારે ટક્કર મારી હતી, અને અકસ્માતમાં (accident) ઘટના સ્થળ પર જ ત્રણેય યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા હતા. ત્યારે દિવાળીના પર્વ પર જ ત્રણ પરિવારોના જીવનદીપ બૂઝાયા છે. ત્રણેય યુવકો કુટુંભી ભાઈઓ હતા.
આ પણ વાંચો : વતન રાજકોટમાં દિવાળી ઉજવવા પહોંચ્યા CM રૂપાણી, સાંજે પોતાની દુકાનમાં કરશે ચોપડા પૂજન
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણમાં રાધનપુર કલ્યાણપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલ્યાણપુરા ગામના પેટ્રોલ પંપ પાસે કચ્છ તરફથી એક ગાડી રોન્ગ સાઈડ આવી રહી હતી. ત્યારે આ ગાડીએ ખેતરે જતા યુવાનોને ટક્કર મારી હતી. ખેતરે જતા યુવાનોને પાછળથી જોરદાર ટક્કર લાગતા યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતક યુવાનો રાધનપુરના કલ્યાણપુરા ગામના રહેવાસી છે. અકસ્માતને લઈ કલ્યાણપુરા ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. તો અકસ્માત સર્જનાર કારનો પણ બૂકડો બોલાઈ ગયો હતો.
આ પણ વાંચો : 2 લાડકવાયા સાથે લોકગાયક કીર્તિદાને ઉજવી દિવાળી, જુઓ પરિવાર સાથેના સેલિબ્રેશનના Photos
[[{"fid":"291980","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"patan_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"patan_accident_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"patan_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"patan_accident_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"patan_accident_zee2.jpg","title":"patan_accident_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો કુટુંબી ભાઈઓ હતા. જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. અકસ્માતમાં પ્રભુભાઈ ઠાકોર, ધનજીભાઈ જેલમભાઈ ઠાકોર અને નભાભાઈ ઠાકોરના મોત નિપજ્યા છે. ત્રણેય કલ્યાણપુરાના દેવપુરાના વતની હતા.