2 લાડકવાયા સાથે લોકગાયક કીર્તિદાને ઉજવી દિવાળી, જુઓ પરિવાર સાથેના સેલિબ્રેશનના Photos

ઝી 24 કલાકના વાચકો માટે તેઓએ પોતાના બે લાડકવાયા સાથે કરેલા દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી 

રક્ષિત પંડ્યા/રાજકોટ :સેલિબ્રિટીઝી દિવાળી કેવી હોય છે તે જાણવું દરેકને ગમે છે. તેમાં પણ ગુજરાતી સ્ટાર્સની દિવાળી વધુ ખાસ હોય છે. ગુજરાતી સ્ટાર્સ પણ પારંપરિક દિવાળી (diwali) ઉજવે છે. ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી (kirtidan  gadhvi) એ પોતાના પરિવાર સાથે ધનતેરસ અને દિવાળીની ઉજવણી કરી હતી. ઝી 24 કલાકના વાચકો માટે તેઓએ પોતાના બે લાડકવાયા સાથે કરેલા દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. 

1/3
image

લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ ધનતેરસના દિવસે પરિવાર સાથે મળીને ધનની પૂજા કરી હતી. પોતાના ઘરે પરિવાર સાથે કીર્તિદાન ગઢવીએ ધનની પૂજા કરી હતી. 

2/3
image

લાકગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતીઓને દિવાળી અને નવવર્ષની શુભેચ્છા પાઠવી છે. તો સાથે જ કોરોના વાયરસની મહામારી ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઈનનું પાલન કરી તહેવાર ઉજવણી કરવા લોકોને અપીલ કરી છે. 

3/3
image

પ્રથમ વખત કીર્તિદાન ગઢવી પરિવાર સાથે રાજકોટમાં દિવાળીનો પાવન પર્વ ઉજવી રહ્યા છે.