નવનીત લશ્કરી/ રાજકોટ: રાજકોટ જિલ્લામાં બે દિવસ પૂર્વે મેઘરાજાએ તાંડવ સર્જાયો હતો. જેમાં લોધિકા તાલુકાના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી પ્રથમ દિવસે જ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ માટે નેવી અને NDRF ની મદદ લેવામાં આવી. દરમિયાન ગઈકાલે 12 વાગ્યા આસપાસ પેલીકન કંપનીના મલિક કિશન શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે 60 કલાક બાદ હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના લોધિકામાં મેઘ તાંડવના પગલે પાણી પાણી હતું અને આ પાણીના ધસમસતા પ્રવાહમાં છાપરા ગામ નજીક એક i20 કાર તણાય હતી. જેમાં કુલ 3 લોકો સવાર હતા. ગઈકાલે સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી અને આજે 60 કલાક થવા છતાં તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે. લોધિકાના છાપરાની નદીમાં પોતાની i20 કાર સાથે તણાઇ ગયા હતાં. જેમાં આગળ જતાં એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો હતો.


આ પણ વાંચો:- જામનગરમાં જળપ્રલયથી ભારે જાનમાલનું નુકસાન, તબાહીથી પરેશાન પરિવારે લગાવી મદદની ગુહાર


મોતના મુખમાંથી બહા૨ નીકળેલા અને મોત નજરો નજ૨ નિહાળના૨ સંજયભાઈ બોરીચા વાતચીત કરી સમગ્ર ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે સવારે અમે કિશનભાઈના ઘરેથી કારમાં નીકળ્યા હતા. બીજા ડ્રાઈવર શ્યામભાઈ બાવાજી અને કિશનભાઈ બેઠા હતા. હું પાછળની સીટમાં બેઠેલો, કાર આણંદપર છાપરાથી આગળ આવેલા કંપની પહેલા આવતા બેઠાપુલ પાસે પહોંચી પુલ પરથી પાણી જતુ હોવાથી શ્યામભાઈએ કહ્યું કે, હવે અહીં થોડીવાર રાહ જોઈ લઈએ, પરંતુ કિશનભાઈએ કહ્યું કે, કાર નીકળી જશે, લાવ હું ચલાવી લઉં, જેથી ડ્રાઈવિંગ સીટ પર કિશનભાઈ બેસી ગયા અને શ્યામભાઈ આગળની સીટ પર બેઠા અને કાર પાણીમાં જવા દેતા આવી દુર્ઘટના બની હતી.


આ પણ વાંચો:- ભાદરવી પૂનમ પર માં અંબાના દર્શને જતા પહેલા આ સમાચાર વાંચી લો, મંદિર ટ્રસ્ટે લીધો આ નિર્ણય


સમગ્ર મામલે સંજયએ જણાવ્યું હતું કે કાર પુલ પર પહોંચતા જ પાણીની જો૨દા૨ ઝાપટ આવી અને કારમાં પાણી ભરાવવા લાગ્યું. કાર તણાવા લાગી અને નદીમાં તણાતા એક લીમડાના વૃક્ષ સાથે અથડાઈ હું પાછળની સીટનો દરવાજો ખોલવા લાતો મારી ૨હ્યો હતો. ત્યારે જ દ૨વાજો ખુલી જતા હું બહા૨ નીકળી ગયો હતો. મારા હાથમાં લીમડાની ડાળી આવી જતા મે તે પકડી લીધી હતી. પરંતુ શ્યામ ગૌસ્વામી પણ મારી સામે નીકળીને પાણીમાં તણાય ગયો હતો. જ્યારે તે તાણાયો ત્યારે ખાલી તેનો હાથ મને દેખાયો હતો. પેલીકન કંપનીના મલિક કિશન શાહનો મૃતદેહ મળ્યા બાદ હજુ પણ ડ્રાઇવર શ્યામ ગોસ્વામી લાપતા હોવાથી નેવી અને એનડીઆરએફની ટિમ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી તેની શોધખોળ હાથ ધરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube