જામનગરમાં જળપ્રલયથી ભારે જાનમાલનું નુકસાન, તબાહીથી પરેશાન પરિવારે લગાવી મદદની ગુહાર
પૂરના ધસમસતા પાણીમાં લોકોની ઘરવખરી અને અનાજ કરિયાણું તળાઈ ગયું તેમજ સ્થાનિકો પાયમાલ બન્યા છે અને મકાનોમાં પણ ભારે નુકસાન થયું છે. ત્યારે હજુ સુધી આવી કપરી પરિસ્થિતીમાં તંત્ર દ્વારા અસરગ્રસ્તોને કોઈ મદદ કરવામાં આવી નથી અને લોકો તંત્ર અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર કરી રહ્યા છે
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા એક દિવસમાં જ જળપ્રલયની પરિસ્થિતિ સર્જાતા ભારે ખાના ખરાબી અને જાનમાલનું નુકસાન થયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં રાજપાર્ક સોસાયટી, ઘાંચીની ખડકી સહિતના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ બાદ હજુ પણ લોકોની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
પૂરના ધસમસતા પાણીમાં લોકોની ઘરવખરી અને અનાજ કરિયાણું તળાઈ ગયું તેમજ સ્થાનિકો પાયમાલ બન્યા છે અને મકાનોમાં પણ ભારે નુકસાન થયું છે. ત્યારે હજુ સુધી આવી કપરી પરિસ્થિતીમાં તંત્ર દ્વારા અસરગ્રસ્તોને કોઈ મદદ કરવામાં આવી નથી અને લોકો તંત્ર અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર કરી રહ્યા છે. એવા સમયે જામનગરમાં પૂરગ્રસ્તો નીચાણવાળા અને નદી કાંઠા વિસ્તારમાં આવેલા રાજપાર્ક સોસાયટી સહિતના રહેવાસીઓએ સરકાર પાસે મદદની અપીલ કરી છે.
આ પણ વાંચો:- ભાદરવી પૂનમ પર માં અંબાના દર્શને જતા પહેલા આ સમાચાર વાંચી લો, મંદિર ટ્રસ્ટે લીધો આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે. પાણીના વહેણ સાથે ઉભો પાક ધોવાયો હતો. જેના કારણે ખેતરોમાં ઉભા પાક આડા પડી ગયા હતા. જામનગરમાં 41 હજાર હેક્ટર જમીનને પ્રાથમિક તબક્કે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડૂતોને વિઘા દિઠ 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીયારણ, દવા, ખાતર અને ખેડનો ખર્ચ ખેડૂતને માથે પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે