ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સુરત પહોંચ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું હતું. ત્યારે સુરતમાં નીકળનારી 1000 કારની રેલી રદ કરવામાં આવી છે. આ સાથે જ આવતીકાલે નવસારીમાં યોજાનાર કાર રેલી પણ રદ કરવામા આવી છે. આ માહિતી ખુદ સીઆર પાટીલે મીડિયાને આપી છે. કાર રેલી માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા રેલી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સીઆર પાટીલે કહ્યું કે, બધાને વિનંતી કરી છે રેલી રદ્દ કરાઈ છે. 


સીઆર પાટીલ પહોંચ્યા સુરત, 1000 કારની રેલી યોજીને ભવ્ય સ્વાગત કરાશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સીઆર પાટીલ પહેલીવાર સુરત આવ્યા છે. ત્યારે તેમના સ્વાગત માત્ર ભવ્ય રેલી કાઢવાની હતી. જોકે લોકોની નારાજગીને પગલે રેલી રદ્દ કરાઈ છે. રેલી રદ કરવા મુદ્દે એરપોર્ટ પર લાંબો સમય ચર્ચા ચાલી હતી. આખરે સીઆર પાટીલે રેલી રદ કર્યાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે, લોકો માટે લાગણીછે ,પણ શક્તિ પ્રદર્શન જરૂરી નથી. કોરોનાની મહામારીમાં આવું પગલું ન ભરવું જોઈએ. સુરતની સાથે નવસારીની રેલી પણ રદ્દ કરવામાં આવી છે. હું લોકોને ડિજિટલ સંબોધન કરીશ. 


ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ


રેલી અંગે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર 
કાર રેલીને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લગભગ 1000 જેટલી કારમાં 4000 જેટલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. ત્યારે કાર રેલી મુદ્દે વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. પ્રજાને પોતાના પ્રશ્નોની રજુઆત નથી કરવા દેવામાં આવી. પરંતુ બીજેપીના નેતાઓને ટાઇફા કરવા માટે મંજૂરી આપે છે. નવા બનેલા પ્રદેશ પ્રમુખનો ઇતિહાસ તો જુવો અને તેમના સ્વાગત માટે આવા ટાઇફા કર્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ભાજપના આવા ટાઇફાથી સંક્રમણ વધશે તો જવાબદાર કોણ. સામાન્ય માણસને તકલીફ પડે છે. રથયાત્રા મંજૂરી ના આપી અને સુરતમાં આવા ટાઇફા મજૂરી કેમ આપી. આ જવાબદારી મુખ્યમંત્રીની છે, તો તેનો જવાબ તેઓ આપે. કોંગ્રેસ તરફથી હાર્દિક માટે કોઈ કાર્યક્રમ નથી. સુરતના યુવાનોએ અરજી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર