GTU એ 2 નવા કોર્સ લોન્ચ કર્યાં, વિદ્યાર્થીઓને શીખવાડશે ભરતનાટ્યમ અને ઘોડેસવારી
જીટીયુ (gujarat technological university) દ્વારા ભરતનાટ્યમના ટૂંકા ગાળાનો કોર્સ શરૂ કરાશે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે, એ ઉદ્દેશથી જીટીયુ દ્વારા ભરતનાટ્યમનો કોર્સ શરૂ કરાશે.
અતુલ તિવારી/અમદાવાદ :જીટીયુ (gujarat technological university) દ્વારા ભરતનાટ્યમના ટૂંકા ગાળાનો કોર્સ શરૂ કરાશે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે, એ ઉદ્દેશથી જીટીયુ દ્વારા ભરતનાટ્યમનો કોર્સ શરૂ કરાશે.
ભરતનાટ્યમનો કોર્સ શરૂ કરાશે
આ કોર્ષ થકી ભરતનાટ્યમ (bharatnatyam) નો ઈતિહાસ, વિવિધ આંગિક મુદ્રાઓ, નૃત્યકલા અને અભિનયના નવરસ સંબંધિત માર્ગદર્શન અપાશે. 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સિસ શરૂ કરાશે. 7 વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ ભરતનાટ્યમની બેચમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. GTU માં શરૂ થનાર ભરતનાટ્યમનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 2 હજાર રૂપિયા હશે. ભરતનાટ્યમમાં વિશારદ થયેલા અંજની રાવલ દ્વારા માર્ગદર્શન અપાશે.
આ પણ વાંચો : ખેડા પોલીસ સ્ટેશનની બહાર વિકરાળ આગ, 25 વાહનો બળીને ખાખ થયા
જીટીયુ ઘોડેસવારી શીખવાડશે
આ સિવાય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઘોડેસવારીનો પણ કોર્ષ શરૂ થશે. સાહસિકતાનો ગુણ આવે એ હેતુસર ઘોડેસવારી (horse riding) નો બે પ્રકારે કોર્સ શરૂ કરાશે. જેમાં એક મહિનાનો બેઝિક કોર્ષ જેમાં 40 કલાકની ટ્રેનિંગ અપાશે. જેની ફી 7 હજાર રૂપિયા હશે. સંપૂર્ણ ઘોડેસવારીનો કોર્ષ 3 મહિનાનો રહેશે, જેની ફી 20 હજાર રૂપિયા રહેશે. 11 વર્ષ પૂર્ણ કર્યા હોય એવા કોઈપણ ઈચ્છુક વ્યક્તિ ઘોડેસવારીનો કોર્ષ કરી શકશે. GTU ના ચાંદખેડા કેમ્પસમાં ભરતનાટ્યમ અને ઘોડેસવારીનો કોર્ષ શરૂ થશે.