ખેડા પોલીસ સ્ટેશનની બહાર વિકરાળ આગ, 25 વાહનો બળીને ખાખ થયા

ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે આગની ઘટના બની હતી. આ આગની ઘટનામાં 25 થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. 25 જેટલા વાહનો સાથે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. 

ખેડા પોલીસ સ્ટેશનની બહાર વિકરાળ આગ, 25 વાહનો બળીને ખાખ થયા
  • ખેડા પોલીસ સ્ટેશને ગુનાના કામ અને ડિટેન કરેલા 25 થી વધુ વાહનો અને ઓઇલ અને કેમિકલના બેરલ આગમાં સ્વાહા થયા
  • આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા

નચિકેત મહેતા/ખેડા :ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે આગની ઘટના બની હતી. આ આગની ઘટનામાં 25 થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. 25 જેટલા વાહનો સાથે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. 

No description available.

અન્ય શહેરોની ફાયરની ટીમ પણ મદદે આવી
આ આગ એટલી વિકરાળ હતી કે ઘટનાની જાણ થતાં નડિયાદ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ઓએનજીસીની 8 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા તેવુ નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટ દિક્ષીત પટેલે જણાવ્યું.

No description available.

આગ વિશે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીએમ માળીએ જણાવ્યું કે, ખેડા પોલીસ સ્ટેશને ગુનાના કામ અને ડિટેન કરેલા 25 થી વધુ વાહનો અને ઓઇલ અને કેમિકલના બેરલ આગમાં સ્વાહા થયા છે. આગ લાગતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા. 

No description available.

ઘટનાની જાણ થતાં ખેડા ઇન્ચાર્જ એસપી અર્પિતા પટેલ પણ ખેડા પોલીસ સ્ટેશન પહોંચી અધિકારી સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news