અમદાવાદ :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઈ છે. 32 જિલ્લાના 179 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે કચ્છ અને રાજકોટમાં પાણી ભરાવાને કારણે કાર ફસાઈ જવાના બે બનાવ બન્યા હતા. સદનસીબે બંને કિસ્સામાં કારને બચાવી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : સોમનાથ મંદિરમાં હવે કંઈક નવુ જોવા મળશે, પ્રાચીન વારસાને ફરીથી જીવંત કરાઈ રહ્યો છે 


કચ્છમાં કાર અધવચ્ચે ફસાઈ
કચ્છના આમારા અને રવાપર વચ્ચે પાપડી પરથી વહી જતાં નદીના વેગીલા વહેણમાંથી એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલકે કાર પસાર કરવા પ્રયાસ કરતાં કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કાર ફસાવાને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ગ્રામજનોએ ક્રેઈન બોલાવી મહામહેનતે ગાડીને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી હતી.



અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી


રાજકોટમાં વોકળામાં કાર તણાઈ
રાજકોટમાં વરસાદને પગલે વોકળામાં કાર તણાઈ ગઈ હતી. મવડી ગામ પાસે આવેલ વોકળામાં કાર ફસાતા લોકો કારને બહાર કાઢવા મદદે પહોંચ્યા હતા. લોકોએ કારને દોરડા બાંધી બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ ન કરવામાં આવતો નથી. જેથી વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે અને ભરાયેલા પાણીમાં કાર તણાઈ ગઈ હતી. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શનિવારથી વરસી રહેવા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. રવિવારે રાજ્યના કોટડાસાંગાણી, ચીખલી, લીલીયા, વીસાવદરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ટંકારા, બાયડ, માલપુર, રાજકોટ, લાઠીમાં 2.5-2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રા, બગસરા, ધનસુરા, ભેંસાણ, અમરેલી, વલ્લભીપુરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :