અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કર્યું છે. .મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાસુ, સસરા અને પતિની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કર્યું છે. .મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાસુ, સસરા અને પતિની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

Photos : સોમનાથ મંદિરમાં હવે કંઈક નવુ જોવા મળશે, પ્રાચીન વારસાને ફરીથી જીવંત કરાઈ રહ્યો છે 

મૃતક યુવતીના પિતા રમેશચંદ્ર શાહે જણાવ્યું કે, શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા મારા જમાઈએ દેવું ભારપાઈ કરવા માટે રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. એટલુ જ નહિ, તેના સાસુ સસરા પણ તેને બહુ જ ટોર્ચર કરતા હતા. મહત્વની વાત એ છે કે સસરા દ્વારા પોતાના જ ઘરની વહુ સાથે શારીરિક અડપલા પણ કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સાસુ દ્વારા પણ સતત વહુને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સાસરીવાળા સતત મહિલાને તેના પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા.

હાલ તો પોલીસે સાસરીયા વાળાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પતિ તથા સસરાની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આવા બનાવ સમાજ માટે લાલબતી સમાન છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news