ઝી બ્યુરો/સુરત: શહેરમાં એક વિશિષ્ટ કાર જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે સુરતીઓ તેને જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે તેનું કારણ એ છે કે આ કાર ની ડિઝાઇન અન્ય કાર કરતા સંપૂર્ણપણે અલગ છે. સામાન્ય રીતે કાર સ્ટેરીંગથી ઓપરેટ થાય છે, પરંતુ આ કારમાં સ્ટેરીંગ જ નથી. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગ


આજના આધુનિક યુગમાં માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે. પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે તે વિચાર સાથે સુરતના ત્રણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માત્ર સાડા ત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે. જે અત્યાર સુધી ભારતમાં જોવા મળી નથી. આ ખાસ પ્રોજેક્ટ સુરતના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર પર આધારિત છે. આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક વહીકલ છે. 


પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આકારની ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આકાર 35 કિ.મી ઝડપે ચાલે છે. સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે.આ કારમાં સ્ટેરીંગ નથી. જો સ્ટ્રેરીંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે ? તો અમે આપને જણાવી દઈએ કે આકાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે. આવનાર દિવસોમાં આ AI થી ઓપરેટ પણ થઈ શકશે. 


1 કરોડ કર્મચારીઓ માટે મોટા સમાચાર! આઠમાં પગાર પંચનું પ્રપોઝલ મળ્યું, બજેટમાં.......


ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કારમાં ક્યાં પણ વ્હીલ્સ જોવા મળશે નહીં. ચાર બાય છની આ કાર છે. જેને જોઈ લોકો આશ્ચર્ય મુકાઈ જાય છે. આકાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે જ્યારે અન્ય વસ્તુઓ તેઓ સ્ક્રેપની દુકાન માંથી લાવ્યા હતા. અંદાજિત 65,000 ના ખર્ચે આ વિદ્યાર્થીઓએ આ કાર આવી છે.વિદ્યાર્થી શિવમ મૌર્યએ જણાવ્યું હતું કે,તેઓ ભવિષ્ય માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિચારી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ બનાવવા માંગતા હતા જે પહેલા કોઈએ કયારે બનાવી નથી અને રસ્તા પર પરીક્ષણ કરાયું નથી. તેઓ દ્વારા એક કાર બનાવવામાં આવી છે જે ભવિષ્યમાં લોકોને દેખાશે. તેની ડિઝાઇન એકથી દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ કાર રસ્તા પર કેવી રીતે ચાલશે તે પ્રેક્ટિકલ કર્યું. 


ગુજરાતનું આ શહેર ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી! અનેક જગ્યા પર પડ્યા છે ભુવા


કારની ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટીક દેખાશે. ડિઝાઇનમાં વ્હીલ્સ અને ટાયર ક્યાંયક પણ દેખાશે નહીં. કારનું આખું માળખું સર્કલ છે અને માત્ર બોડી જ દેખાશે.તેની ડિઝાઇન ભવિષ્ય પર આધારિત અન્ય કાર ની સરખામણીમાં અલગ છે.હાલ જોવા મળે છે કે પ્રદૂષણ વધી રહ્યું છે. લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ લઈ રહ્યા છે. જેથી અમે આ વાહનને ઈલેક્ટ્રિક આધારિત બનાવ્યું છે. આ કારમાં કોઈ સ્ટીયરિંગ નથી જો તમે તેને જોશો તો જણાશે કે કોઈ વ્યક્તિ બેસીને ઓપરેટ રહ્યો છે. 


આ કાર બે રીતે કામ કરે છે એક મેન્યુઅલી છે અને જોયસ્ટીક અને ફોન દ્વારા ઓપરેટ થાય છે. તેની હિલચાલ માટે, જોયસ્ટિકનો ઉપયોગ થાય છે અને મોબાઇલનો ઉપયોગ થાય છે.અમે આ સમગ્ર ડિઝાઈનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત બનાવવા જઈ રહ્યા છીએ. આમ કરવાથી કારની આગળ અને પાછળના ભાગે સેન્સર લગાવવામાં આવશે. ત્યાં કોઈ વાહન આવે તો આપોઆપ તે બંધ થઈ જશે. 


જ્યારે કુબેર દેવતા તમારા પર ગુસ્સે થાય ત્યારે સૌથી પહેલાં આપે છે આવા સંકેતો


અમે પ્રેક્ટીકલી કઈ રીતે આ કામ કરે છે તે માટે આ કારના પ્રોટોટાઇપને રસ્તા પર ચલાવ્યા છે. અમે મેક ઓવર કરવાનું વિચારી રહ્યા છીએ. આ કારને મોડીફાઇ કરી ફ્લાઈંગ કાર બનાવવા માંગીએ છીએ. પરંતુ અમારી પાસે બજેટ નથી મોટી કંપનીઓ લાંબા સમયથી આ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી રહી છે.