ઉદય રંજન/અમદાવાદ :નાગરિકતા કાયદાના વિરોધમાં ગઈકાલે સમગ્ર અમદાવાદ શહેરમાં હિંસા (Ahmedbad shahalam riots) ફાટી નીકળી હતી. ગુરુવારનો આખો દિવસ શહેરમાં અજંપાભરી સ્થિતિ બાદ સાંજે વાતાવરણ તંગ બન્યું હતું. ઠેકઠેકાણે આગચંપી, પત્થરમારાના બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરના લગભગ 10થી વધુ વિસ્તારોમાં દેખાવો થયા હતા. તો સિટી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ જવાન, એસઆરપી કંપની, હોમગાર્ડ સહિતના 8000 જવાનો તૈનાત હોવા છતાં શહેરમાં તોફાનો થયા હતા. જેમાં 21 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈસનપુર પોલીસે 5000ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.  


ભત્રીજા નીકળ્યો દગાબાજ, કાકીની કંપનીમાં લૂંટનું પ્લાનિંગ બનાવ્યું, અને પોલીસને પણ ઉંધા પાઠ ભણાવ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે અમદાવાદના શાહઆલમ, મિરઝાપુર જેવા વિસ્તારોમાં પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં આજે ઈસનપુર પોલીસે 5000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં ઈસનપુર પીઆઈ જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. આખા દિવસના દેખાવોમાં કુલ 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ત્યારે હિંસક આંદોલનમાં કુલ 49 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. જેમા કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન  (Shehzad Khan) ઉર્ફે સની બાબા પઠાણની પણ ધરપકડ કરાઈ છે.


અતિવૃષ્ટિ માટે સરકારી સહાય મેળવવા હજુ લાખો ખેડૂતોએ અરજી જ નથી કરી, આ રહ્યા પુરાવાના આંકડા


આ દેખાવો મામલે પોલીસ અન્ય આરોપીઓને વીડિયો ફૂટેજના આધારે તપાસ કરશે. પોલીસે IPC 307, 337, 333, 143, 145, 147, 151, 152, 153, 188, 120 બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટી કલમ 3 અને 7 તથા જીપી એકટ 135(1) મુજબ ફરિયાદ દાખલ કરી છે. જેમાં હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હિંસા બાદ આજે પણ શાહઆલમ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છવાયેલી છે. ગુરુવારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પોલીસ અને હિંસક ટોળા વચ્ચે થયેલા ઘર્ષણ અને પથ્થરમારા બાદ આજ સવારથી માહોલ શાંત. શાહઆલમ વિસ્તારમાં જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું. તો આજે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....