ભત્રીજા નીકળ્યો દગાબાજ, કાકીની કંપનીમાં લૂંટનું પ્લાનિંગ બનાવ્યું, અને પોલીસને પણ ઉંધા પાઠ ભણાવ્યા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના ન્યુ રાણીપમાં એક દિવસ પહેલા મની ટ્રાન્સફર કંપની કંપનીના બે કર્મીઓ લૂંટાયાના મેસેજથી પોલીસ દોડતી થઇ હતી. પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ થયાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો, પણ આ સમગ્ર કેસમાં ખોદા પહાડ અને નીકલા ચૂહા જેવી સ્થિતિ બની હતી. કારણ કે, ભોગ બનાર જ આરોપી હોવાનું સાબરમતી પોલીસની પૂરપરછમાં સામે આવ્યું છે.
અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં મોનાર્ચ ફોરેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારીઓ પાસેથી પોલીસની ઓળખ આપી બે શખ્સ રૂ. 10.95 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બાઈકનો અકસ્માત કરી અને બાદમાં પોલીસની ઓળખ આપીને કાળીગામ ગરનાળા પાસે લઈ ગયા હતાં. જ્યા તેઓને લૂંટી લેવામાં આવ્યા હતા.
સાબરમતી પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી જ હતી. ત્યારે જ પોલીસને ખુદ ભોગ બનનાર ધ્રુવિલ શાહ પર શંકા ગઈ હતી. ત્યારે પોલીસ ધ્રુવિલ શાહની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કેમ કે ધ્રુવિલ શાહ જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સાબરમતી પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ નકલી લૂંટના તરકટમાં ધ્રુવિલ શાહ એકલો જ નહિ, પરંતુ તેના અન્ય ત્રણ મિત્રો પણ સામેલ છે. જેમાં યશ પટેલ, આશિષ રબારી, નરેશ રબારીએ આ નકલી લૂંટનું તરકટ રચી લૂંટ ચાલવી હતી. ત્યારે પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે, આખરે કયા કારણોસર આ યુવાનોએ નકલી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
સુરતમાં આવતીકાલે 275 દીકરીઓના કન્યાદાન : એક તરફ વૈદિક વિધિથી લગ્ન, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ...
ધ્રુવિલે જે કંપનીમાં લૂટનો પ્લાન બનાવ્યો તે કાકાની જ હતી
ધ્રવિલ તેની કાકા નેહા જયેશ શાહની મની એક્સચેન્જ કંપનીમાં કામ કરતો હતો. નેહાબહેને ભત્રીજા ધ્રુવિલના નંબર પર પોતાનો નંબર ડાયવર્ટ કર્યો હતો. જેથી ગ્રાહકોના ફોન ધ્રુવિલ પર આવતા હતા. તેથી ધ્રુવિલ સીધી રીતે જ ગ્રાહકો સાથે સંપર્કમાં હતો. આ કારણે તેણે મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. નેહાબહેનની પુત્રીનો લગ્નપ્રસંગ નજીક હોવાથી તેઓ કંપનીમાં આવતા ન હતા. તેથી ભત્રીજાએ તક સાધીને આખો પ્લાન ઘડ્યો હતો. આખરે ભત્રીજો જ વિશ્વાસધાતી નીકળ્યો...
ધ્રુવિલે પગ લંગડવાની એક્ટિંગ કરી
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, ધ્રુવિલે પોલીસને જણઆવ્યું હતું કે, તેના ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી છે. પરંતુ જ્યારે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે તે જમણા પગે લંગડતો ચાલવાની એક્ટિંગ કરતો હતો. આ જોઈને પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે લાલ આંખ કરીને તેની આકરી પૂછપરછ ચલાવી હતી. જેમાં તે પોપટની જેમ બોલી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે