તેજશ મોદી/સુરત :મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે. મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો. ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે પ્રકાશ સહિત મિત્રો સામે પણ ગુનો દાખલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનિતા યાદવે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધા બાદ ટ્વિટરમાં સુનિતા યાદવને ફુલ સપોર્ટ મળી રહ્યો હતો. તો ટ્વિટર પર #i_support_sunita_yadav ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. જેના પડઘ આખરે આજે પડ્યા હતા. 


સુનિતા અને પ્રકાશ ઉપરાંત સુનિતા અને સ્થાનિક પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ તો સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે કે, સુનિતા યાદવનું રાજીનામું તો ન જ સ્વિકારવામાં આવે પરંતુ કુમાર કાનાણી રાજીનામું આપે. કાનાણીના પુત્ર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર