ભરત ચૂડાસમા/ભરૂચ :મોસમે કરવટ લેતા જ કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની ટ્રિપલ સેન્ચ્યુરી થઈ છે. આજે વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા છે. ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 2 અને જંબુસરમાં 6 કેસ વધ્યાં છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 309 પર પહોંચી ગઈ છે. ભરૂચમાં કોરોના સંક્રમણની ગતિ ચિંતાજનક સ્તરે પહોંચી રહી છે. 


પ્રેમિકાની પત્નીને ધમકી, ‘અમે પોલીસ ખાતામાં છીએ, તારાથી થાય તે કરી લે, તારો પતિ મારા અંકુશમાં છે’


  • 8 એપ્રિલ 01 પોઝિટિવ કેસ હતો. 

  • તેના બાદ 16 જૂને 100 પોઝિટિવ કેસ થયા હતા. 

  • 27 જૂનના રોજ આંકડો 200 પોઝિટિવ કેસ પર પહોંચ્યો હતો. 

  • 1 જુલાઈ 250 પોઝિટિવ થયા હતા. 

  • આજે 5 જુલાઈના રોજ 300 પોઝિટિવ કેસ થયા છે. 


રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જિલ્લામાં આજે એકી સાથે 5 પોઝીટીવ કેસ નોંધાયા છે. વ્યારા નગરના દાદરી ફળિયામાં ફરી 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો વ્યારાના દાદરી ફળિયામાં એક પાંચ વર્ષ બાળક અને 2 વર્ષની બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સોનગઢ તાલુકાના ખેરવાડા ગામે 29 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. તમામને વ્યારાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તાપી જિલ્લામાં અત્યાર સુધી કુલ 19 કેસ નોંધાયા છે. હાલ 10 કેસ એક્ટિવ છે, જ્યારે 9 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર