ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હાર્ટ એટકેના બનાવમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. રોજે ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે પાંચ લોકોનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું. ત્યારે આજે પણ ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ નોંધાયા છે. આજે બેથી વધુ લોકોનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિલસિલો છેલ્લા એકાદ વર્ષથી સતત ચાલું છે. તબીબોના અનુભવ મુજબ 90 ટકા કિસ્સામાં જે લોકોને એટેક આવ્યો છે તે જીમ, ગરબા, ડાન્સ કે લગ્નપ્રસંગે ગમે તે શારિરિક પ્રવૃતિ કે માનસિક તણાવ અનુભવતા હતા. હાર્ટ એટેક વધવા પાછળના તલસ્પર્શી કારણો જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે સામે આવ્યું કે પાણી ઓછું પીવાથી શરીરમાંથી પાણીનું સ્તર ઘટે છે. જેથી લોહી જાડુ પડે છે એટલે હાર્ટ એટેકના કેસ વધતા જાય છે. પાણી પીતા હોવ એનાથી બમણું પાણી પીવાનું રાખો. 


શારિરિક શ્રમ રહેતો હોય તો દિવસનું ઓછામાં ઓછું 6 લિટર જેટલું પાણી પીઓ. સાથે બ્લડપ્રેશર, અનિંદ્રા, ડાયાબિટીસ, ખરાબ લાઈફસ્ટાઈલ કે વ્યસન ધરાવતી વ્યક્તિ હાર્ટ એટેક માટે હાઈરિસ્ક પર છે. આવા લોકોએ અચાનક શારિણીક શ્રમ ન કરવો જોઈએ અને શારિરીક શ્રમની માત્રા ધીમેધીમે વધારવી જોઈએ.


હાર્ટ એટેકથી બચવાના ઉપાય


1. હેલ્ધી ફૂડ ખાવો
આપણા હાર્ટનું સ્વાસ્થ્ય કેવું રહેશે તેનો ઘણો દારોમદાર આપણા ડાઇટ પર છે. જો તમે નથી ઈચ્છતા કે હાર્ટ એટેકનો હામનો થાય, તો તે માટે પેકેઝ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સુગર, રેડ મીટ અને ફ્રાઇડ વસ્તુ છોડી દો. તેની જગ્યાએ હોલ ગ્રેન, તાજા ફળ-શાકભાજી અને માછલી જેવા હેલ્ધી ફૂડનું સેવન કરો. 


2. સ્મોકિંગ અને ડ્રિંક છોડો
આજકાલના યુવાઓમાં સિગારેટ અને દારૂ પીવાનું ચલણ ખુબ વધી ગયું છે, જેના કારણે હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તમે સ્મોકિંગ અને ડ્રિંક્સને જેટલા જલ્દી છોડી દેશો તે સારૂ રહેશે. બાકી તમને પણ હાર્ટની સમસ્યા થઈ શકે છે. 


3. શારીરિક એક્ટિવિટી વધારો
જો તમે દરરોજ એક ઓફિસમાં બેસી 8થી 10 કલાક કામ કરો છો તો તેના કારણે હાર્ટ એટેકનો ખતરો ખુબ વધી જાય છે. ઘણીવાર જિમ જવાનો સમય મળતો નથી. આપણે ભલે ગમે એટલા વ્યસ્ત હોઈએ પણ આપણે કસરત કરવા માટે એક કલાક કાઢવી જોઈએ. તમે ચાલવાથી લઈને અન્ય કસરત કરી શકો છો. જેટલી ફિઝિકલ એક્ટિવિટી વધારશો એટલો હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહેશે. 


4. ચિંતા ન કરો
અભ્યાસથી લઈને કામનો ભાવ વ્યક્તિની ચિંતા વધારે છે. ઘણીવાર રિલેશનશિપની નિષ્ફળતા પણ ચિંતાનું કારણ બને છે. તેવામાં જો હાર્ટ એટેકથી બચવુ હોય તો બિનજરૂરી ચિંતા કરવાનું છોડો અને ખુશ રહેવાની ટેવ પાડો.