* અમદાવાદ સસ્તા ભાવે કસ્ટમનું ડ્રાયફૂટ ખરીદવાની લાલચમાં મહિલાએ હજારો રૂપિયા ગુમાવ્યાં 
* પોતાને કસ્ટમના અધિકારી સાથે સાંઠગાંઠ હોવાથી રસ્તામાં માલ વેચતો હોવાનું જણાવ્યું હતું.
* કોરોનાના લોકડાઉનમાં બેકાર બનેલા બે યુવાનોએ છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી 
* બંને યુવાનો કોરનાના લોકડાઉન પહેલા કચ્છમાં વાહન રીપેરીંગ નું કામ કરતા હતા 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/ અમદાવાદ: કોરનાએ તમામની જીવન શૈલી બદલી નાખી છે, તો અમુક લોકોના જીવન પણ બદલી નાખ્યા છે. આવો જ એક કિસ્સો સાયબર ક્રાઇમ બ્રાંચમાં સામે આવ્યો છે. બે દિવસ અગાઉ ડ્રાયફ્રુટનો સસ્તો માલ આપીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચે લોકડાઉનમાં બેકાર બનેલા બે યુવાનોની ધરપકડ કરી છે. શહેરમાં માં બુધવારે જ કોરનાના લોકડાઉનમાં કંપનીમાં નુકસાન આવતા સોલા વિસ્તારમાં એક યુવાનએ આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું. ત્યારે કોરોનાને કારણે વધુ જીવન બદલાયાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે, અમદાવાદના સાઇબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે એક મહિલાએ ઑનલાઇન પેમેન્ટ કર્યા બાદ માલ ન મળતાં પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું જણાવ્યું છે. મહિલાએ ફેસબુક ઉપર એક જાહેરાત જોઈ હતી. જેમાં સસ્તા ભાવે ડ્રાયફ્રૂટ આપવાની જાહેરાત હતી. જેથી મહિલાએ ઓર્ડર બુક કરાવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ એડવાન્સ પેમેન્ટ મેળવી લઈ 12 હજાર રૂપિયા પડાવી લીધા હતા. મહિલાએ જ્યારે આ શખ્સને સસ્તા ભાવે કેવી રીતે ડ્રાયફ્રૂટ આપો છો તે બાબતે પૂછતા શખ્સે જણાવ્યું હતું કે, પોતે મુન્દ્રા પોર્ટ પર કામ કરે છે અને ત્યાંના અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે. આથી તેને સસ્તામાં માલ મળી જાય છે. 


માનવતા: CORONA દર્દીને લોહીની જરૂર પડી અને સિક્યુરિટી ગાર્ડે કોઇ ઓળખાણ વગર લોહી આપ્યું


અમદાવાદ શહેરમાં ઘોડાસર ખાતે ગિરિરાજ ટેનામેન્ટમાં ફરિયાદી નમ્રતાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં જુલાઈ માસમાં તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમની પાસે કોઇ કામધંધો ન હોવાથી તેમને કાજુ બદામનો ધંધો કરવો હતો. જેથી તેઓએ તેમના ફેસબુકમાં માર્કેટ પ્લેસમાં જોતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઈડી ઉપર સર્ચ કરતા તેમાં ડ્રાયફ્રૂટની જાહેરાત મૂકવામાં આવી હતી. આ જાહેર ખબરમાં ડ્રાયફ્રૂટનો ભાવ બજાર ભાવ કરતા સસ્તો હોવાથી તેઓએ પૂછપરછ કરી હતી. બાદમાં સામેવાળા વ્યક્તિએ ફેસબુક મેસેન્જરમાં મોબાઈલ નંબરની આપ લે કરી હતી. સામેની વ્યક્તિએ ગુજરાતીમાં વાત કરીને પોતે મુન્દ્રા પોર્ટ ઉપરથી રાજુભાઈ બોલતા હોવાનું જણાવ્યું હતું.


વડોદરા: માસ્ક બાબતે યુવકે પોલીસને નીચે પછાડી ગળુ દબાવી દીધું, કહ્યું તમે ભિખારીઓ છો


નમ્રતાબેને જ્યારે પૂછ્યું કે તેઓ ડ્રાયફ્રૂટ આટલા સસ્તા ભાવે કેવી રીતે આપે છે ત્યારે રાજુભાઈ નામના શખ્સે જણાવ્યું હતું કે, પોર્ટ પર કસ્ટમના સાહેબ જોડે તેની સાંઠગાંઠ હોય છે. આ કારણે આ બધી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. બાદમાં આ શખ્સે નમ્રતાબેનના વોટ્સએપ નંબર ઉપર ડ્રાયફ્રૂટના ફોટા મોકલ્યા હતા. જેથી નમ્રતાબેન વિશ્વાસ આવી ગયા હતા અને ડિલિવરી અને પેમેન્ટ બાબતે પૂછ પરછ કરી હતી.


BCCI AGM: આઈપીએલ 2022મા રમશે 10 ટીમો, ડોમેસ્ટિક ક્રિકેટરો માટે આવ્યા ગુડ ન્યૂઝ


જેથી રાજુ નામના શખ્સે ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદ ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું. જે બાદમાં નમ્રતાબેને 50 કિલો કાજુ અને 10 કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ રાજુ નામના શખ્શે 30,000 રૂપિયા આપ્યો હતો. ઓર્ડરની કિંમતની અડધી રકમ હાલ અને અડધી કિંમત ઓર્ડર મળી ગયા બાદ આપવાનું કહ્યું હતું. આ રકમ ઓનલાઇન ચૂકવી દેવાનું જણાવ્યું હતું. આ રીતે રાજુ નામના શખ્સે પહેલા છ હજાર રૂપિયા મેળવી લીધા હતા. બાદમાં થોડા દિવસ બાદ નમ્રતાબેનના ફોન ઉપર મેસેજ આવ્યો હતો કે ડ્રાઈવર દીપક સામાનની ગાડી લઈને નીકળી ગયો છે. બીજા દિવસે અમદાવાદ પહોંચશે. આ તમામ બાબતોને લઈને નમ્રતાબેન ઓનલાઇન 12,850 રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદમાં માલ ન મળતા મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફરિયાદ ના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં કચ્છ ના બંને યુવકના નામ સામે આવ્યા હતા. જેમાં પ્રતાપસિંહ જાડેજા અને હાજી પીંજારાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ એક બીજાના મિત્રો છે અને લોકડાઉન પહેલા ગેરેજ ચલાવતા હતા. લોકડાઉનના કારણે ધંધો ઠપ થઇ જતા છેતરપિંડી કરવા ની શરૂવાત કરી હતી. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે હાલ એ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય હોઈ ગુના કાર્ય છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube