BCCI AGM: આઈપીએલ 2022મા રમશે 10 ટીમો, ડોમેસ્ટિક ક્રિકેટરો માટે આવ્યા ગુડ ન્યૂઝ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે અમદાવાદમાં યોજાયેલી એજીએમમાં મહત્વના નિર્ણયો લીધા છે. 
 

BCCI AGM: આઈપીએલ 2022મા રમશે 10 ટીમો, ડોમેસ્ટિક ક્રિકેટરો માટે આવ્યા ગુડ ન્યૂઝ

અમદાવાદઃ આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની 89મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠકમાં નિર્ણય લેવાયો કે વર્ષ 2022થી આઈપીએલમાં કુલ 10 ટીમો રમશે. આ સાથે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને કોવિડ-19ને કારણે ડોમેસ્ટિક સિઝનને થયેલી અસરનું યોગ્ય વળતર આપવામાં આવશે. 

IPL 2022માં ગુજરાતની ટીમ
બીસીસીઆઈની એજીએમમાં નવી બે ટીમોને મંજૂરી આપવાની જાહેરાત બાદ ગુજરાતની ટીમની એન્ટ્રીનો રસ્તો સાફ થઈ ગયો છે. આઈપીએલ 2022ની સીઝનમાં ગુજરાતની ટીમ જોવા મળી શકે છે. અદાણી ગ્રુપ આ ટીમ ખરીદી શકે છે. આઈપીએલ-2022માં નવી બે ટીમ સામેલ થવાની સાથે કુલ 94 મુકાબલા રમાશે. તો એજીએમમાં 2028 લોસ એન્જસિલ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ (ટી20 ફોર્મેટ)ને સામેલ કરવાનું પણ સમર્થન કરવામાં આવ્યું છે. 

રાજીવ શુક્લાને મળ્યુ પદ
આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાને બોર્ડના ઉપાધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. તેઓ માહિમ વર્માનું સ્થાન લેશે જે ઉત્તરાખંડથી આવે છે. આ સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સૌરવ ગાંગુલી આઈસીસી બોર્ડના ડાયરેક્ટર બન્યા રહેશે. 

પહેલા હતી આ આશંકા
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત પર જણાવ્યું હતું, તમારે ટેન્ડર મંગાવવા પડશે અને બોલી પ્રક્રિયા તૈયાર કરવી પડશે. જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીની શરૂઆત સુધી બોલીમાં જો બે ટીમ બાજી મારે છે તો તેને હરાજી માટે સમય આપવો જોઈએ, જે માર્ચમાં આયોજીત થઈ શકે છે. તેવામાં નવી ફ્રેન્ચાઇઝી માટે યોજના બનાવવાનો ઘણો સમય રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news