ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. ગુજરાત સરકારે મંગળવારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન પ્રમાણે હવે લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 150 લોકો હાજરી આપી શકશે. સરકારના આ નિર્ણય બાદ અનેક લોકોની ચિંતા વધી ગઈ છે. મહત્વનું છે કે ઉત્તરાયણ બાદ લગ્નની સીઝન શરૂ થઈ રહી છે અને હવે સરકારના નવા નિર્ણયને લીધે સમસ્યા ઉભી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નની સીઝનમાં કોરોનાનું ગ્રહણ
રાજ્ય સરકારે લગ્નમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકશે તેવી જાહેરાત બાદ અનેક લોકો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે લગ્ન માટે પહેલાથી અનેક તૈયારીઓ કરવી પડતી હોય છે. જે પરિવારમાં લગ્ન થવાના છે તે પરિવાર પણ હાલ મુંજવણમાં છે. કેમકે અત્યાર સુધી કંકોત્રી પણ આપી દેવામાં આવી છે. આ સાથે લગ્નની સીઝનમાં જે લોકોને પોતાનો ધંધો સારો ચાલશે તેવી આશા હતી તેને પણ ઝટકો લાગ્યો છે. 


આ પણ વાંચોઃ કોરોના સામે લડવા સરકાર સજ્જ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો


કેટરિંગ અને મંડપ સર્વિસના ધંધાર્થીઓને લાગ્યો ઝટકો
રાજ્ય સરકારે અચાનક 150 લોકોની મર્યાદાનો નિયમ જાહેર કરતા રાજકોટમાં કેટરિંગ અને મંડપ સર્વિસ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફટકો લાગ્યો છે. તેમના 50 ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. 400ની જગ્યાએ હવે માત્ર 150 લોકો મંજૂરી આપી શકે તે નિર્ણય બાદ અનેક લોકોએ ઓર્ડર રદ્દ કરી દીધા છે. આ અંગે ઝી 24 કલાકે મંડપ અને કેટરિંગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી. 


એક મંડપ સર્વિસના સંચાલક જયભાઈ આંબલિયા અને કેટરિંગના વેપારી હિતેન પારેખે કહ્યુ કે, સરકારના નિર્ણયને લીધે 50 ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. લગ્નની અંદર સાંજે 7થી 9 વચ્ચે ક્યારેય જમણવાર પૂર્ણ થાય નહીં. તો કર્ફ્યૂનો સમય 10 કલાકનો છે. જો તેનાથી મોડું થાય તો પોલીસ પણ આવી જાય છે. અચાનક આવેલા આ નિર્ણયને કારણે નાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube