કોરોના સામે લડવા સરકાર સજ્જ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 
 

કોરોના સામે લડવા સરકાર સજ્જ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કેબિનેટે લીધેલા નિર્ણયની માહિતી આપી હતી. 

કોરોના સામે લડવા સરકાર તૈયાર
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર મીડિયા સાથે વાત કરતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરી રહી છે. આ સાથે વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરી દેવામાં આવી છે. 

નવી બસોની કરાશે ખરીદી
રાજ્યના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે 1000 નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ બસો ખરીદવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ સાથે 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. 200 સ્લિપર કોચ બસ પણ ફાળવવામાં આવશે. 

જિતુ વાઘાણીએ કહ્યુ કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડો નવો કોરિડોર બનાવવામાં આવશે. તો ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરત ગેસ કાંડ પર વાત કરતા વાઘાણીએ કહ્યુ કે, તે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર એલર્ટ છે. 

કોસ્ટલ હાઈવે બનશે
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, રાજ્યમાં 1600 કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જોડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે 2440 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news