ચેતન પટેલ, સુરત: છાશ એ આપણા ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સુરતની જાણીતી સૂમુલ ડેરીની છાશમાં ઈયળ હોવાનો આરોપ લાગ્યો છે. છાશના છૂટક વિક્રેતાએ સુમૂલ ડેરી પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક સુરત: સૂમુલ ડેરીની છાશમાં ઈયળ હોવાનો આરોપ


મળતી માહિતી મુજબ સુરતમાં એક સામાજિક પ્રસંગ માટે છાશ વાપરવા માટે લેવાઈ હતી. છાશ પિરસવા જતા ઈયળ નીકળી હોવાનો આરોપ લોકોએ લગાવ્યો છે. વપરાશ માટે સુરતની સ્થાનિક ડેરીમાંથી છાશ લેવાઈ હતી. જ્યારે છૂટક વિક્રેતા એવો દુકાનદાર આ છાશ આજે જ સુમુલમાંથી લઈ આવ્યાં હોવાનો જણાવી રહ્યો હતો. 


છાશમાંથી આ રીતે ઈયળ નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના ચેડા અસહ્ય છે. ઈયળ નીકળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.