ગાંધીનગર: ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઢોર નિયંત્રણ કાયદો આગામી સત્રમાં રદ કરાશે. જી હા. રાજ્ય સરકાર આગામી સત્રમાં આ કાયદો પરત ખેંચશે. માલઘારી સમાજના આગેવાનોને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માલધારી સમાજના લોકોને ખાતરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલઘારી સેલના સંયોજક ડો. સંજયભાઇ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું છે કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે.


પત્રકાર પરિષદને સંબોધતા ડો. સંજયભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદાને લઇ માલઘારી સમાજનામાં નારાજગી જોવા મળી હતી. માલઘારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. માલઘારી સમાજની નારાજગીને ઘ્યાને લઇ ભાજપના માલઘારી સમાજના પ્રદેશના આગેવાનો અને સમાજના સંતોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  સાથે ચર્ચા કરી હતી. 


આગેવાનોની રજૂઆત સાંભળ્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનાર સત્રમાં રદ કરવામાં આવશે. આવનાર સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર માલઘારી સમાજ સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube