અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ હવે બનાસકાંઠાના પશુપાલકોએ રૂપિયાની જરૂર હોય તો કોઈની પાસે મદદ માટે હાલ નહીં લંબાવવું પડે...એશિયાની સૌથી મોટી ડેરીની એક પહેલથી બનાસકાંઠાના પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે...ત્યારે શું છે બનાસ ડેરીની આ પહેલ અને કેવી રીતે પશુપાલકોને તેનાથી થશે લાભ...જોઈએ આ ખાસ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી હંમેશા પશુપાલકોના હિતમાં અનોખી પહેલ કરવા માટે જાણીતી છે...ત્યારે વર્ષ 2024માં બનાસ ડેરીએ પશુપાલકોને વધુ આર્થિક સક્ષમ બનાવવા માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે...મુખ્યમંત્રીના હસ્તે ક્રેડિટ કાર્ડ મેળવી બનાસકાંઠાના પશુપાલકો ખુશ ખુશાલ થયા છે...


પશુપાલકોને રૂપિયાની આકસ્મિત જરૂરિતા પડે તો તેમને કોઈની પાસે હાથ લંબાવવાનો વારો આવતો હોય છે..પરંતુ પશુપાલકોની આ જરૂરિયાતને પૂરી કરવા બનાસ ડેરીએ ખાસ પહેલ કરી છે..જેમાં બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યા ક્રેડિટ કાર્ડ....50 હજારની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ.....ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લેવાયા....1 વર્ષ માટે વગર વ્યાજે મળશે 50 હજાર રૂપિયા, કિસાન ક્રિડિટ કાર્ડથી પશુપાલકો આત્મનિર્ભર બનશે.


આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી આગાહી: નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું


માઈક્રો ATM અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત અનેક વિકાસકાર્યોની પણ પશુપાલકોને મુખ્યમંત્રીના હસ્તે ભેટ મળી છે....બનાસ ડેરીએ બનાવેલા બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર, બનાસ બેંકનું નવીન ઓડિટોરિયમ હોલ, ખેડૂત ટ્રેનિંગ સેન્ટર, અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ, બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રી ફિલ્ટ્રેશન પ્લાન્ટ સહિતના વિકાસકાર્યોની બનાસકાંઠાના પશુપાલકોને મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube