સાવધાન! અમદાવાદમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ફરી સક્રિય, માત્ર ચોરી નહી હિંસા પણ આચરે છે
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ગ્રામ્ય તથા આસપાસના અન્ય જિલ્લાઓમાં ચોરી તથા લૂંટની ઘટનાઓ વધી રહી હતી. જેને લઇને ગ્રામ્ય LCB એ તપાસ કરતા ચોક્કસ હકીકત મળતા ચડ્ડી-બનિયાનધારી ગેંગ સક્રિય થઇ હોવાના પુરાવા પોલીસના હાથ લાગ્યા. જે અંગે LCB ટીમે તપાસ કરતાં દાહોદના બે લોકોની ધરપકડ કરી 15થી વધુ ગુનાઓના ભેદ ઉકેલ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ગ્રામ્ય તથા આસપાસના અન્ય જિલ્લાઓમાં ચોરી તથા લૂંટની ઘટનાઓ વધી રહી હતી. જેને લઇને ગ્રામ્ય LCB એ તપાસ કરતા ચોક્કસ હકીકત મળતા ચડ્ડી-બનિયાનધારી ગેંગ સક્રિય થઇ હોવાના પુરાવા પોલીસના હાથ લાગ્યા. જે અંગે LCB ટીમે તપાસ કરતાં દાહોદના બે લોકોની ધરપકડ કરી 15થી વધુ ગુનાઓના ભેદ ઉકેલ્યો છે.
Gujarat Corona Update: નવા 1349 દર્દી, 1444 દર્દી સાજા થયા, 17 લોકોનાં મોત
CCTV ફૂટેજના દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, ચોરી છુપે કેટલાક લોકો ચડ્ડી જેવું પહેરીને બિલ્લી પગે ઘરમાં ઘુસી રહ્યા છે. જોકે અગાઉ પણ અનેક જગ્યાએ આજ પેટર્ન થી ચોરીને અંજામ આપતી ગેંગના પોલીસને પુરાવા મળ્યા. જેને લઈ અમદાવાદ ગ્રામ્ય LCBએ તપાસ કરીને આ બે શખ્સોને ઝડપી પાડયા છે. આરોપીઓએ છેલ્લા ત્રણેક વર્ષથી અમદાવાદ જિલ્લા તથા આસપાસના જિલ્લાઓમાં તરખાટ મચાવ્યો હતો. આ બંને આરોપીઓ મૂળ દાહોદના છે તેઓ આંતરે દિવસે અમદાવાદ જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં જઈને ચડ્ડી અને બનીયાન પહેરીને બંધ મકાનોને કે રાત્રે અગાશીમાં સુતા હોય તેવા પરિવારના મકાનને ટાર્ગેટ કરી ઘુસી જતા બાદમાં આરોપીઓ ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા. આરોપીઓ ચોરીના મુદ્દામાલ કોઈ પણ જગ્યા ઉપર વેચી દેતા હતા. આ મોડસ ઓપરેન્ડી આમ તો જૂની છે અને આરોપીઓ પણ ખૂબ જ વર્ષોથી એક્ટિવ છે. પરંતુ અનેક ગુના આચર્યા બાદ જેલમાં જઈને ગેંગના સભ્યો ફરી એક્ટિવ થઈ ચોરીને અંજામ આપે છે.
ગુજરાતમાંથી હજી પણ નથી ગયો વરસાદ, ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અહીં પડી શકે છે ભારે વરસાદ
આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તેમના ગામમાં જ અલગ-અલગ પ્રકારની ગેંગના સભ્યો રહેતા હોય છે. આટલું જ નહીં જ્યારે પોલીસે CCTV કબજે કર્યા ત્યારે જ આ ગેંગ બાબતેની હકીકતો સામે આવી હતી. આ ગેંગના પકડાયેલા સભ્યોએ માત્ર એક, બે કે પાંચ ચોરીઓને નહીં પરંતુ 15 થી વધુ ચોરીને અંજામ આપ્યો છે. અમદાવાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો 5 થી વધુ ચોરી સાણંદ ગામમાં જ કરી હોવાનું સામે આવ્યું. જેથી અત્યારે હાલ આ આરોપીઓને આણંદ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી હાલ તો અમુક જ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પરંતુ આગામી સમયમાં આ મુદ્દામાલ તે લોકોએ ક્યાં અને કોને વેચ્યો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. જો કે અમદાવાદ સહિત આણંદ જિલ્લા પોલીસ તથા ખેડા પોલીસને પણ આરોપીઓ સોંપવામાં આવશે અને ત્યારબાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube