અતુલ તિવારી/અમદાવાદ :સીબીએસઇ બોર્ડ ધો. 10નું 2020 (CBSE 10th Result 2020) રિઝલ્ટ આજે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થી રિઝલ્ટને ડાયરેક્ટ લિંકથી તેમનું પરિણામ જોઇ શકે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સીબીએસઈના પરિણામમાં કાઠું કાઢ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સારા પર્સન્ટેજ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આવા જ કેટલાક વિદ્યાર્થીઓના પરિણામ પર નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની ક્યારી પોન્કયાએ 99.2% મેળવીને પરિવાર તથા સ્કૂલનું નામ રોશન કર્યું છે. 99.2 પર્સન્ટેજ મેળવનાર ક્યારે IIT માં સોફ્ટવેર એન્જિનિયરીંગ કરવા માંગે છે. ગણિત સાથે હાલ 1 સાયન્સમાં પ્રવેશ લીધો છે. 4 થી 5 કલાક સ્કૂલ અને ટ્યુશન સિવાય વધુ અભ્યાસ કરવા માટે સમય ફાળવતી હતી. આ પરિણામે જ તે આટલા સારા માર્કસ મેળવી શકી છે. 


રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે


તો અન્ય એક વિદ્યાર્થીની પ્રાચી પંડાએ 98% મેળવ્યા છે. બાયોલોજી સાથે તેણે 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે. ડોકટર બનવા માંગતી પ્રાચીએ NEET માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના પિતા કચ્છમાં નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. 
તે રોજ સ્કૂલ ઉપરાંત 10 કલાકથી વધુ અભ્યાસ કરતી હતી. 


વડોદરાની વિદ્યાર્થીની નુપુર રાજેશિર્કેએ 97.2% મેળવ્યા છે. પોતાના પ્રિય વિષય ગણિતમાં તેણે 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. તેણે કહ્યું કે, મારા માતા-પિતાના સપોર્ટને કારણે હું આટલું સારુ પરિણામ મેળવી શકી છું. હું મારો મોટાભાગનો સમય રિવીઝનમાં ફાળવતી હતી. મારા સ્કૂલના સપોર્ટને કારણે હું સારું રિઝલ્ટ મેળવી શકી છું. નુપુર આગળ જઈને કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગે છે. 


હવે અમદાવાદમાં કોરોનાના દર્દીને ભટકવુ નહિ પડે, કઈ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તે એક ક્લિકમાં જાણી શકાશે 


ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને તેમના સીબીએસઇ બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ 2020 જોવા માટે સીબીએસઇની વેબસાઇટ cbse.nic.in પર વિઝિટ કરવાની રહેશે. ત્યાર બાદ ત્યાં બે ઓપ્શન જોવા મળશે. સીબીએસઈ વેબસાઇટ અને સીબીએસઇ રિઝલ્ટ. તેમાંથી રિઝલ્ટની લિંક પર ક્લિક કરી રિઝલ્ટ પોર્ટલ પર પહોંચી શકો છો. સીબીએસઇના રિઝલ્ટ પોર્ટલ cbseresults.nic.in પર ડાયરેક્ટ જઇને પણ વિદ્યાર્થી તેમનું રિઝલ્ટ જોઇ શકે છે. આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ CBSE 10th Board Examમાં ભાગ લીધો હતો. આ વર્ષ CBSE બોર્ડનું મેરિટ લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર