વતનમાં ઉજવો જન્માષ્ટમીનું વેકેશન: સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતનાં લોકો માટે ST વિભાગનો મોટો નિર્ણય
શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા છે, ત્યારે તહેવારોની આ સિઝનમાં ST નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી આવક મેળવે તેનું આયોજન કરી લીધું છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ST વિભાગ શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા બસ દોડાવશે.
BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત
શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે. ધાર્મિક મેળાવડા થાય ત્યાં પણ ખાસ બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારે આ બધું શીખવું પડશે, કહી પુત્રવધુની સામે આફ્રિકન કોલગર્લ સાથે અંગતપળો માણતા હતા.
ગ્રુપમાં ધાર્મિક સ્થળે જવું હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવાનું સુચન કરાયું છે. દરેક ડિવિઝનમાં 10 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 16 ડિવિઝનમાં 150થી વધુ એક્સ્ટ્રા બસ શ્રાવણ મહિનામાં દોડાવાશે. આ સાથે જરૂર જણાય ત્યાં વધુ બસ મુકવાનું સુચન કરાયું છે.
VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ.'
મહત્વનું છે કે, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ લોકોનો ધસારો વધુ હોય છે. તહેવારોમાં જરૂરિયાત મુજબ વધારાની બસ શરૂ કરવાની પણ ડેપો મેનેજરને સૂચના અપાઇ છે. તહેવારોના અનુસંધાને રાજ્યમાં અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, વડોદરા, ભાવનગર, વલસાડ, રાજકોટ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને ભરૂચ સહિતના વિસ્તારમાં પણ વધારાની બસ શરૂ કરવામાં આવશે.
રિવાબાએ જાહેરમાં સંભળાવ્યું ઈલેક્શન સમયે બહુ જોઈ લીધું તમારું વડીલપણું