સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સો એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા


આજથી શરૂ થતું વિક્રમ સંવત 2076નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાય રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થયા છે. ભગવાનની આરતી કરે છે. આરતી કર્યા બાદ ગામના પશુધનને મંદિર આગળ લાવવામાં આવે છે. નાના બાળકો દ્વારા ફટકાડા લઇને પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઇને પણ કોઇ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સો એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.


આ પણ વાંચો:- ગાંધીનગર: પંચદેવ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી


રામપુર ગામમાં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણી કરવાની એવી માન્યતા રહેલી છે કે, પશુઓ ભડકાવીને નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા-ખેતીમાં પ્રગતિ થાય છે. પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટરના યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે.


આ પણ વાંચો:- દિવાળીની રાત્રીએ અહીં ખેલાય છે ઈંગોરિયા યુદ્ધ, એકબીજા પર ફેંકે છે સળગતા ફટાકડા


અરવલ્લીના રામપુર ગામના વડીલોએ પરંમપરા જાળવી યુવાનોને સુપ્રત કરી છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું નુકસાન અટકી જાય છે. ત્યારે હિન્દુ સમાજ પરંપરા પર ટકી રહ્યો છે. ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...