ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરી વધીર રહી છે. ગુનેગારોને પોલીસનો કોઇ ભય ન હોય એમ ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં 24 કલાકમાં બે હત્યાનો બનાવ સામે આવ્યા છે

ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા

ભાવનગર: રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરી વધીર રહી છે. ગુનેગારોને પોલીસનો કોઇ ભય ન હોય એમ ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં 24 કલાકમાં બે હત્યાનો બનાવ સામે આવ્યા છે. ભાવનગરમાં દિવાળીની રાત્રીએ એક પરપ્રાંતીય યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પોસીલે ઘટના સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આરોપી ઘટનાસ્થળથી ફારર થઇ ગયો હતો.

ભાવનગરના વરતેજ નજીક નવાગામ જીઆઇડીસીની એક ફેક્ટરીમાં મજૂરી કરવા આવેલા કેટલાક પરપ્રાંતીય યુવકો રહેતા હતા. જ્યાં કોઇ કારણોસર ઝઘડો થતા ઈશ્વર ભારતી કુલચંદ ભારતી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે દિવાળીની રાત્રે પરપ્રાંતીય યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યા કરનાર આરોપીઓ હત્યા કર્યા બાદ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વાર મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવને અંજામ આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં દિવાળીનો તહેવાર રક્તરંજીત બન્યો હોય તેવું જોવા રહ્યું છે. ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યા કરવામાં આવી હતી. રાજુ મકવાણા નામના યુવાનને અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news