પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ માર્કેટ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.  જેથી કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂત વિભાગમાં ભાજપના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. તો અગાઉ ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોમાંથી વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે ખેડૂતો વિભાગ માટે 4 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જેમાં 11માંથી ભાજપના 10 ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જેથી ખેડૂતો, વેપારીઓ અને મંડળીના સભ્યોએ ભવ્ય ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !


પાટણ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભગવો લહેરાયો આજની મતગણતરીમાં આવી હતી. જેમાં BJP પેનલના 10 ઉમેદવારો ભવ્ય વિજય થયો અને પાટણ apmc માં ભગવો લહેરાતા ખુશીનો માહોલ સર્જાયો હતો. પાટણ એપીએમસીની જાહેર થયેલી ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના 16 ઉમેદવારો માથી વેપારી વિભાગના 4 તથા ખરીદ વેચાણ વિભાગ ના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા.


એક દેશ, એક ચૂંટણીથી ભાજપને થશે કેટલો ફાયદો? 2014થી 2023 સુધીના જાણી લો ગણિત


તેમજ ખેડૂત વિભાગમાં ભાજપ પેનલના 10 ઉમેદવારો સામે એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોધાવતા અને ફોમૅ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની નાદુરસ્ત તબિયત ના કારણે ઉમેદવાર દ્રારા ફોમૅ પરત ખેંચી ન શકતા અને કુલ 11 ફોર્મ ખેડૂત વિભાગ ના માન્ય રહેતાં આ ખેડૂત વિભાગની ચૂંટણી માટે તા.4 સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.


INDIA નહીં...હવે ભારત જ હશે દેશનું નામ? BJP નેતાઓનો સંકેત અને કોંગ્રેસનો આરોપ


જોકે અપક્ષ ઉમેદવારે ભાજપ ની પેનલ ને ટેકો જાહેર કરતા અ ચૂંટણી માત્ર ઔપચારિક બની રહેવા પામી હતી ત્યારે આજ રોજ પાટણ APMC હોલ ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપ ના 10 ઉમેદવારોને 108 મત મળતા તમામ ઉમેદવારોનો વિજય થવા પામ્યો હતો અને પાટણ APMC માં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખુશીમાં ખેડૂતો, વહેપારીઓ, મંડળીના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 


15 હજાર વિદ્યાર્થીઓએ E-fast માટે શપથ લીધા, હવે મોબાઈલ પાછળ સમય નહિ બગાડે