World Cup 2023: ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !

આઈસીસી વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ  કપ માટે અજીત આગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ થયો અને કોને પડતા મૂકાયા તે વિગતવાર જાણો. 

World Cup 2023: ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ 15 ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !

ભારતીય ક્રિકેટ ટીમને લઈને જો અને તોનો વિવાદ પૂરો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.  5 ઓક્ટોબરથી ઘરઆંગણે રમનારી ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે. જો કે આ સ્ક્વોડમાં યુજવેન્દ્ર ચહલનો સમાવેશ થયો નથી. જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમસન પણ લિસ્ટમાંથી બાકાત છે. 

કેએલ રાહુલ પર ઘણા સવાલો ઉઠ્યા હતા, પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને આ વિકેટકીપર બેટ્સમેન પર વિશ્વાસ છે. ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર પણ ટીમમાં સામેલ છે અને વિકેટકીપર ઈશાન કિશનનું નામ પણ છે. શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.

— BCCI (@BCCI) September 5, 2023

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
શ્રેયસ અય્યર
કેએલ રાહુલ (વિકેટકીપર)
ઈશાન કિશન (વિકેટકીપર)
અક્ષર પટેલ
હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
રવિન્દ્ર જાડેજા
મોહમ્મદ સિરાજ
કુલદીપ યાદવ
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ શમી
શાર્દુલ ઠાકુર

વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ન્યૂઝીલેન્ડ ગત વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું. આ વખતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19નવેમ્બરે અમદાવાદમાં રમાશે. 

ભારત પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે
આવું પહેલીવાર બનશે કે ભારત એકલા હાથે વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ અગાઉ તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અત્રે જણાવવાનું કે ભારતીય ટીમે વર્લ્ડ કપની બરાબર પહેલા પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. 

28 સપ્ટેમ્બર સુધીમાં ફેરફારો થઈ શકે છે
ODI વર્લ્ડ કપની ટીમમાં 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર થઈ શકે છે. જોકે, ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 5મી સપ્ટેમ્બર છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પહેલાં જ ટીમની જાહેરાત કરી દીધી હતી. આજે સાંજ સુધીમાં તમામ ટીમોની જાહેરાત કરવી પડશે.

ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સમયપત્રક

ઑક્ટોબર 8: vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 11: vs અફઘાનિસ્તાન, નવી દિલ્હી, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 14: vs પાકિસ્તાન , અમદાવાદ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 19: vs બાંગ્લાદેશ, પૂણે, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 22: vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 29: vs ઇંગ્લેન્ડ, લખનૌ, બપોરે 2 વાગ્યે
2 નવેમ્બર: vs શ્રીલંકા, મુંબઈ, બપોરે 2
નવેમ્બર 5: vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા, બપોરે 2 વાગ્યે
નવેમ્બર 12: vs નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે 2 વાગ્યે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news