સાગર ઠાકર/ જૂનાગઢ: રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રજાલક્ષી કાર્યો થકી ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત જૂનાગઢમાં ત્રણ ઝોન મુજબ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહાઉદ્દીન કોલેજ ખાતે સરદાર પટેલ જળસંચય યોજના ચેરમેન ભરતભાઈ બોઘરાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, ચિત્તાખાના ચોક નજીક પટેલ સમાજ ખાતે પ્રવાસન અને સામાજીક અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મેયર ધીરૂભાઈ ગોહેલની અધ્યક્ષતામાં જોષીપરા ખાતે એમ કુલ ત્રણ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લોકોને 54 પ્રકારની વિવિધ સેવાઓનો સ્થળ પર જ લાભ મળ્યો. કાર્યક્રમ બાદ કોરોના કાળમાં જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હતા તેવા બાળકો સાથે મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળીને ભોજન કર્યુ, આ બાળકોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવી હતી અને તેમની સાથે સૌએ સાથે મળીને ભોજન કર્યુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube