Children`s Day: અમદાવાદમાં AMC સંચાલિત ડેન્ટલ હોસ્પિટલમાં બાળકોની બાળ દિવસની ઉજવણી
જયંતિ ડેન્ટલ કોલેજના ડો. ડીન ડોલી પટેલ અને બાળકોના વોર્ડના HOD ડો. નિયંતા જોશીના નેતૃત્વ હેઠળ ડેન્ટલ કોલેજમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડેન્ટલ કોલેજમાં સારવાર માટે આવેલા બાળકો માટે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું
Children's Day: દર વર્ષે દેશભરમાં 14 નવેમ્બરના રોજ ભૂત પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલા નહેરુના જન્મ દિવસે બાળ દિવસ મનાવવામાં આવે છે. દેશભરમાં બાળકો માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બાળ દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં AMC સંચાલિત સ્વર્ણિમ જયંતિ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં પણ બાળ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જયંતિ ડેન્ટલ કોલેજના ડો. ડીન ડોલી પટેલ અને બાળકોના વોર્ડના HOD ડો. નિયંતા જોશીના નેતૃત્વ હેઠળ ડેન્ટલ કોલેજમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડેન્ટલ કોલેજમાં સારવાર માટે આવેલા બાળકો માટે જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને સંગીત ખુરશી, લીંબુ ચમચી તેમજ મ્યુઝિક પાર્ટી પણ રાખવામાં આવી હતી.
સારવાર માટે આવેલા બાળકો પણ દાંતની પીડા ભૂલીને રમતમાં જોડાયા હતા. જ્યાં સામાન્ય રીતે બાળકોના વોર્ડમાં બાળકોના રડવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે હોસ્પિટલના આ અભિગમથી બાળકોએ મજાથી સારવાર પણ લીધી હતી. હોસ્પિટલમાં બાળકોને રમતા જોઈ બાળકોના માતા પિતા પણ ખુશ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત બાળ દિવસના સંદર્ભે બાળકોને દાંત વિશે જાણકારી આપવામાં આવી હતી. ડેન્ટલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડના સ્ટાફ મેમ્બર પણ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube