દિનેશ વિઠલાણી, દેવભૂમિ દ્વારકાઃ ભગવાન શ્રી દ્વારકાધીશનું જગત મંદિર તેમજ દ્વારકા નગરીમાં ભક્તિના ઉત્સવ સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિતે દ્વારકાધીશનું મંદિર વિશેષ લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. તેમજ આજે ભગવાનને હાટડી ધરાવવામાં આવી હતી. તો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને હાટડી ધરાવી હતી અને તેનો ભાવિકોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકામાં આજ રોજ દિવાળી પર્વ નિમિતે યાત્રિકો સાથે સાથે સ્થાનિકોએ હાટડી ના દર્શન કર્યા હતા. ખાસ કરીને હાટડી ભગવાનને દિવાળી પર્વ નિમિતે પૂજારી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવે છે અને તે ફક્ત દીપાવલી પર્વના દિવસે દર્શન કરી શકાય છે. સાંજે સંધ્યા આરતી બાદ હાટડીના દર્શન લોકો કરવા આવે છે.


Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1124 કેસ, 6 લોકોના મૃત્યુ, રિકવરી રેટ 91.29%


પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભાવિકો અને દ્વારકાવાસીઓ એ આજ રોજ હાટડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે વર્ષ માં માત્ર એક જ વખત થતા આ હાટડી ઉત્સવને પૂજારી પરિવાર દ્વારા દીપાવલી પર્વ નિમિતે ખાસ દર્શનનું આયોજન કરતા હોઈ છે. દ્વારકામાં યાત્રિકોએ આ દર્શન નો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. હાટડીમાં ભગવાન દ્વારકાધીશ ખુદ હાટ એટલે દુકાન અને સર્વે ભક્તોના સુખ દુઃખ નો ભગવાન હિસાબ ખુદ રાખતા હોય તેવા ભાવ સાથે હાટડી ઉત્સવ ઉજવાય છે. જેમાં ભગવાન દ્વારકાધીશને ચાંદીના ત્રાજવા અને સોનાના તોલા રાખી અને મીઠાઈઓ રાખવામાં આવે છે જે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube